(તસવીર : પ્રતિકાત્મક)
જન્માષ્ટમીના પર્વ પર મહારાષ્ટ્ર પરભણી જિલ્લામાં સામુહિક ભોજન સમારંભમાં ભોજન આરોગવાથી 20 મજૂરોને ખોરાકી ઝેરની અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીના જણાવ્યા મુજબ તમામ લોકો ખતશની બાર છે અને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પોલીસ અધિકારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ખાનગી હોસ્પિટલમાં કેટલાક મજૂરોને ખોરાકી ઝેરની અસર થતા સારવાર આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં સોનપેઠની હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે દીપોલ ગામના મજરોએ ભોજન સમારંભમાં દૂષિત ભોજન આરોગતા અને ઉલટી થવા લાગી હતી અને તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મંગળવારે કેટલાક લોકોને દાખલ કરાયા હતા અને સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થતા તેમને રાત્રે રજા આપવામાં આવી પોલીસ ના મતે 26 જેટલા મજૂરોને ખોરાકી ઝેરની અસર થઈ હતી અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તેમને સમયસર સારવાર મળતા તમામના જીવ બચી ગયા હતા.