પેસેન્જર તરીકે બેસી રસ્તામાં રીક્ષા ચાલકોને ઉંઘની દવા ભેળવેલ પેંડાને પ્રસાદીના પેંડા તરીકે ખવડાવી રીક્ષા ચાલક બેહોશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ લૂંટી લેતી મહિલા ટોળકીને ઝડપતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એફ.બી.પઠાણની ટીમના એ.એસ.આઇ. નારસિંહ મલુસિંહ તથા H.C. સિરાજઅહેમદ લીયાકતઅલી તથા P.C. હરપાલસિંહ વિરભદ્રસિંહ દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં રીક્ષા ચાલકોને પ્રસાદીના પેંડા ખવડાવી લૂંટી લેતી મહિલા ટોળકીના આરોપી (૧) રામરાજ ઉર્ફે સોનુ સન્/ઓ વિજયસિંગ પરીહાર ઉ.વ.૩૬ રહે- મ.નં.એ/૩૯, સ્લમ ક્વાટર્સ, ૧૩૭ ના છેલ્લા બસ સ્ટેન્ડની સામે, ગયાત્રી મંદિર પાસે, બાપુનગર અમદાવાદ શહેર મુળ વતન- ગામ બારોલી, તા.બીંદકી, જી.ફતેપુર, ઉત્તરપ્રદેશ તથા (૨) મનિષા વા/ઓ જગદીશભાઇ નાનજીભાઇ સોલંકી ઉ.વ.૩૬ ધંધો- ઘરકામ, રહે- મ,.નં. બી/૧૫, પ્રિતમપાર્ક સોસાયટી, જોગેશ્વરી રોડ, અમરાઇવાડી, અમદાવાદ શહેર મુળ વતન- ગામ કાલરી, તા.તાલુકો, જી.પાટણને તા.૧૮/૧૦/૨૦૨૩ ના રોજ બાપુનગર સ્ટેડિયમ ચાર રસ્તા પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આરોપીઓએ સાથે મળી આજથી બે-અઢી મહીના પહેલા અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારો જેમા મણીનગર રેલ્વે સ્ટેશન આગળથી તથા કાંકરીયા ગોરધનવાડી ટેકરા પાસેથી તથા સી.ટી.એમ. ખાતેથી તથા એલ.જી. હોસ્પીટલ ખાતેથી તથા રખીયાલ ચાર રસ્તા ખાતેથી તથા મેઘાણીનગર ચમનપુરા ખાતેથી જુદા જુદા રીક્ષા ચાલકોને રોકી તેઓને અલગ અલગ જગ્યાએ જવા અંગેનું ભાડુ નક્કી કરી, ઉપરોક્ત મહિલા આરોપી મનિષા સોલંકી રીક્ષામા પેસેન્જર તરીકે બેસી રસ્તામા આવતાં મંદિરે દર્શન કરવાના બહાને રીક્ષા ઉભી રખાવી. તે મંદિરમાં પહેલાથી હાજર ઉપરોક્ત આરોપી રામરાજ વિજયસિંહ પરીહાર તે મહિલા આરોપીને ઉંઘની દવા ભેળવી પેંડા નું બોક્ષ આપતો અને જે પેંડાનુ બોક્ષ લઇને મહિલા આરોપી પરત એ જ રીક્ષામાં બેસી રીક્ષા ચાલકને વિશ્વાસમાં લઇ વાતચીત કરી પ્રસાદી તરીકે દવા ભેળવેલ પેંડો ખવડાવી રીક્ષા ચાલકને દવાની અસર થતી હોવાનું જણાતાં મહિલા આરોપી રીક્ષા ઉભી રખાવી રીક્ષા ચાલકને ભાડુ આપી ઉતરી જતી અને ઉપરોક્ત આરોપી રામરાજ ઉર્ફે સોનુ પરીહાર અગાઉથી તે રીક્ષાનો તેની મો.સા. લઇને પીછો કરતો હોય, તેની મો.સા. કોઇ જગ્યાએ મૂકી એજ રીક્ષા ચાલકને રોકી આગળ જવાનું ભાડુ નક્કી કરી અથવા તો જેતે જગ્યાએ રીક્ષા ચાલકને ઉભો રાખી વિશ્વાસમા લઇ તેની સાથે વાતચીત કરી રીક્ષા ચાલક દવાની અસરથી બેભાન જેવી અવસ્થામા આવતા રીક્ષા ચાલકે પહેરેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા કાઢી લઇ રીક્ષા ચાલકને જેતે સ્થિતીમાં મૂકી ત્યાંથી નિકળી જતા હોવાની હકિકત તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે.

શોધાયેલ ગુન્હો :

(૧) કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૫૨૩૦૯૪૦/૨૦૨૩ઇ.પી.કો. કલમ ૩૨૮, ૩૭૯ મુજબ.

(૨) મણીનગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૨૨૩૦૬૫૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ

૩૨૮, ૩૭૯ મુજબ. (૩) અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૩૦૮૨૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૨૮, ૩૭૯ મુજબ.

ગુન્હાહિત ઇતીહાસ :

આરોપી રામરાજ ઉર્ફે સોનુ સન્/ઓ વિજયસિંગ પરીહાર વિરૂધ્ધમાં

(૧) વાસદ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૭૨/૨૦૧૬ ઇ.પી.કો. કલમ ૩૨૮, ૩૭૯, ૧૧૪ મુજબ. (૨) ડુમ્મસ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૯/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૮, ૩૯૪, ૩૯૭, ૧૧૪

(૩) ડુમ્મસ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૦/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૮, ૩૯૪, ૩૯૭, ૧૧૪

(૪) બાપુનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૦૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯, ૧૧૪ મુજબ, (૫) બાપુનગર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૧૧૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૫૦૬(૧),૧૧૪

(૬) અસલાલી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૨૦૦૨૨૧૦૮૫૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૨૮, ૩૯૨

(૭) વડોદરા સાયાજીગંજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૧૧૧૯૪/૨૦૨૧ ઇ.પી.કો.

કલમ ૩૨૮, ૩૭૯, ૧૧૪ મુજબ,

તેમજ સને- ૨૦૧૮ મા ભુજ જેલ ખાતે પાસા અટકાયતી તરીકે છ મહિના જેલમાં કેદ રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com