કોરોના વાયરસની મહામારીમાં જ્યારે તબલીગી જમાતની ભીડની ચર્ચા આવી હતી. ત્યારે હવે દિલ્હીમાં તબલીગી જમાત વિરુધ્ધ દેશભરમાં ઈડી ધ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ઈડીએ દિલ્હી, મુંબઈ, અંકલેશ્વર ખાતે દરોડા પડ્યા હતા આ સ્થળેથી વિવિધ દસ્તાવેજો પણ જપ્ત કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ખાસ કરીને વિદેશથી આવેલા જમતીયોના પુરાવા એકઠ્ઠા કરવામાં આવી રહ્યા છે. ઈડીએ મૌલાના સાદ ચાર સહિયોગીઓની પણ પૂછપરછ કરી હતી, જમાતને મળનારા ફંડ અને તેના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે. આ ફંડ ડોનેશન ધ્વારા આવ્યું છે કે, કોઈ આપી રહ્યું છે. તે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.