ઇન્ટરનેટ પર બાબા નિત્યાનંદ ખુલ્લે આમ એવી જાહેરાત કરી રહ્યા છે કે, તે ટૂંક જ સમયમાં રીઝર્વ બેન્ક ઓફ કૈલાસા લોન્ચ કરી રહ્યા છે. આ પહેલા તે કૈલાસા નામનો એક દેશ અને તેની અલગથી કેબિનેટ બનાવવાનો દાવો કરી ચુક્યા છે. રેપ કેસમાં નિત્યાનંદની તપાસ ચાલી રહી છે. ત્યારે 22મી ઓગસ્ટના રોજ તે સત્તાવાર રીતે પોતાની બેંકની કરન્સી પણ જાહેરાત કરશે તેવો દાવો પણ કર્યો હતો. આ બેન્ક માટે એક દેશ સાથે કરારો કર્યા હોવાનું પણ ઢોંગી બાબા એ જણાવ્યુ છે જેથી તેની બેંકને હોસ્ટ કરવામાં આવશે એટલે કે આ દેશમાંથી જ બેંકનું સંચાલન પણ કરવામાં આવશે મલયાલમ ભાષામાં ઢોંગી બાબાના વિડીયોમાં આ વાત કરી છે.