અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત

Spread the love

ગુજરાતમાં હાર્ટએટેકના કેસો અટકી રહ્યાં નથી. ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે.

ગત રોજ એક 9 વર્ષની બાળકીના મોત બાદ આજે અમરેલીની શાંતાબા ગજેરા વિદ્યાસંકુલમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે ધોરણ-9ની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘરેથી દીકરી પરીક્ષા માટે આવી હતી. ચાલુ પરીક્ષાએ જ વિદ્યાર્થિની ઢળી પડતા શાળા સ્ટાફ દ્વારા વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ મૃત જાહેર કરી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરમાં હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થયો છે. જો કે, અમરેલીની વિદ્યાર્થિનીના મૃત્યુના કારણને લઈ તબીબોનો મત એવો છે કે, પીએમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ કહી શકાશે. જોકે, આ ઘટનાને પગલે ફફડાટ વ્યાપી ગયો છે. છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહ્યા છે. ચાલતા ચાલતા હોય બાઈક ચલાવતા કે ઊંઘમાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં રહેતા માત્ર 25 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં અંદાજે 1 કલાક જેટલો સમય તબીબોએ યુવકને બચાવવા લગાવ્યો હતો. જોકે તેને બચાવી શક્યા ન હતા. અંતે યુવકે દમ તોડી દીધો હતો. ગઈકાલે એક 9 વર્ષની બાળકીનું પણ હાર્ટએટેકથી મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com