GJ-૧૮નો હોલ ૪ વર્ષથી રીનોવેશન હેઠળ છે, શું તેમાં સોના ચાંદી લગાવવાના છે, કે આટલા વર્ષ વીતી ગયા, છેલ્લો કાર્યક્રમ આનંદીબેન વખતે અને રૂપાણીની સીએમ તરીકે જાહેરાત થઈ હતી, તે દરમિયાન બે વખત પૂર્વ સીએમ રૂપાણી અને બે વખત ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા બાદ પણ કામ હજુ ખોરંભે અને મંથન ગતિએ ચાલી રહ્યું છે, બીજી બાજુ આ ટાઉનહોલના રીટાબેન ના પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં કોન્ટ્રાક્ટરો કામ લટકાવ્યે જ રાખે છે, સ્ટેજ હાલ જમીનમાંથી તોડફોડ કરીને નથી ઉભો કરવાનો, પણ રીનોવેશન છે, ત્યારે આટલો સમય કઈ રીતે લાગી શકે, અંદાજિત ૧૬.૯૪ કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો, આ પૈકી ૬.૯૦ કરોડ સિવિલ કામ માટે અને અન્ય ૧૦ કરોડ ઈલેક્ટ્રીકશિયનની કામગીરી માટે ફાળવવામાં આવ્યા હતા, ટાઉનહોલ નવીનીકરણ યોજના અન્વયે કામની મુદત પણ પૂરી થઈ ગઈ છે છતાં તંત્ર ઉઘરાણી ના કરતા આખરે લગે રહો મુન્નાભાઈ ની જેમ લગે રહો રીટાબેન ઉઘરાણી પઠાણી શરૂ કરી છે,
તંત્ર દ્વારા કામનો સમય લંબાવ્યો રાખતા આખરે એમએલએ સમક્ષ રજૂઆત થતા ટાઉનહોલના કામમાં ઢીલ કરતા અધિકારીઓનો એમણે ઉઘરો લીધો હતો આ તબક્કે તેમણે ટાઉનહોલના ઇલેક્ટ્રીફીકેશન સહીત એ સી પ્લાન્ટ, લીફટ, હોલ, સ્ટેજ , ગ્રીનરૂમ સહીતની કામગીરીનો જીણવટપુર્વક અભ્યાસ કરીને તેમણે આગામી ડિસેમ્બર સુધીમાં ટાઉનહોલનુ કામ પુર્ણ થઇ જશે તે અંગેની લેખિત બાહેંધરી પણ લીધી હતી. સુત્રોના જણાંવ્યા મુજબ ટાઉનહોલનુ કામ ૭૦ ટકા જેટલુ પુર્ણ થઇ ગયુ છે. જયારે હવે ઇન્ટિરીયરનુ કામ બાકી છે. જેમાં કાર્પેટ , બેઠક વ્યવસ્થા, સિલીંગમાં લાઇટ , દરવાજા તેમજ એન્ટ્રસમાં ટાઇલ્સ ફીટીંગનુ કામ બાકી છે. જયારે ટાઉનહોલમાં નવો એસી ચિલર પ્લાન્ટ પણ તૈયાર થઇ ગયો છે. આ ઉપરાંત અગાઉ ૧૨૦૦ની ક્ષમતા ધરાવતા હોલમાં હવે સિનિયર સિટીઝન્સ સહીત શ્રોતાઓ આરામથી બેસી શકે તે માટે આરામદાયક બેઠખ વ્યવસ્થા સાથે ખુરશીની પણ પસંદગી કરી દેવામાં આવી છે.બેઠક વ્યવસ્થા સાથે ખુરશીની પણ પસંદગી કરવામાં આવી છે,
આવી હાલત સેક્ટર ૧૯ ના જીમખાનાની છે, જેમ ખાનાનું કામ પણ દેશી દારૂની પોટલી હોય તેમ નસો ફાસ્ટ ચડી જાય એટલે કામ ત્રણ દિવસે એક વાર ધીરે ધીરે થાય, બાકી આ બધા કામમાં ભ્રષ્ટાચાર અને મોટા કમિશનમાં કોન્ટ્રાક્ટરોને પેટ ભરવા જેટલું તો મળવું જાેઈએ ને, તેવી સ્થિતિ છે ત્યારે જેમ ખાનાના કામમાં પણ ડિસેમ્બર સુધી પૂર્ણ થવા એમ.એલ.એ દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી વોર્ડ દ્વારા લેવામાં આવી છે.