ગાંધીનગર જિલ્લામાં દિવાળીના વેકેશનમાં ચોરીઓ અટકાવવા, પોલીસ બંધ ઘરમાં એલાર્મ સાથેનો કેમેરો લગાવી આપશે

Spread the love

ગાંધીનગર જિલ્લામાં પોલીસ દ્વારા ઘરફોડ ચોરીઓ અટકાવવા પ્રોજેક્ટ સતર્કનો આરંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે તહેવારોમાં લોકો ફરવા જતા હોવાથી તસ્કરો બંધ ઘરને નિશાન બનાવતા હોય છે. દિવાળીના તહેવારો દરમિયાન બહાર ફરવા જતા લોકોની આ ચિંતા દૂર કરવા માટે ગાંધીનગર પોલીસે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેમાં પાઇલોટ પ્રોજેક્ટમાં પહેલા સેક્ટર ૭ પોલીસ મથક અને સેક્ટર ૨૧ પોલીસ મથક વિસ્તારનો સમાવેશ કરાયો છે. પ્રોજેક્ટ સતર્કમાં મકાન બંધ કરીને જતા વસાહતીઓ તેમના ઘરે સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા નક્કી કરાયેલી એજન્સી પાસેથી મેળવી શકશે. જ્યારે ચોરી કરવા આવનાર ચોર કેમેરામાં કેદ થશે, તેની સાથે જ મકાન માલિક અને સીસીટીવી આપનાર એજન્સીના કર્મચારીના મોબાઇલમાં એલાર્મ વાગશે. જેની જાણ પોલીસને કરવામાં આવ્યા બાદ માત્ર ૨થી ૩ મીનીટમાં સ્થાનિક પોલીસ બનાવ સ્થળે પહોંચી જશે.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીએ પ્રોજેક્ટ સતર્ક બાબતે માહિતી આપતા કહ્યું કે, દિવાળીના તહેવારમાં ગાંધીનગર શહેરમાં વસતા કર્મચારીઓ મકાન બંધ કરીને વતનમાં જતા હોય છે. ત્યારે ચોરીના બનાવો અટકાવવા માટે હવે જિલ્લામાં પ્રોજેકટ સતર્ક શરૂ કરવામાં આવી રહ્યો છે. જેમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવા માટે એજન્સી નક્કી કરવામાં આવી છે. નાગરિકો ઇચ્છે તો એજન્સી પાસેથી અથવા તેમની રીતે બજારમાંથી સીસીટીવી ખરીદી પોતાના ઘરમાં લગાવશે. કેમેરો લગાવેલા મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ કરશે તો તેનુ એલાર્મ મકાન માલિકના મોબાઇલમાં વાગશે. ત્યારબાદ ૨થી ૩ મિનિટમાં સ્થાનિક પોલીસ પહોચી જશે. જાેકે, કેમેરા ખરીદવા માટે નાગરિકોને ચાર્જ ચૂકવવો પડશે.ગાંધીનગર જિલ્લામાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ પ્રોજેક્ટ સતર્કને લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં પહેલા તબક્કામાં શહેર વિસ્તારના સેક્ટરનો સમાવેશ કરવામાં આવશે. જેમાં ૭ અને સેક્ટર ૨૧ પોલીસ મથકનો સમાવેશ કરાયો છે. જેમાં સફળતા મળ્યા પછી પહેલા શહેરના અન્ય પોલીસ મથક અને બાદમાં ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથકનો સમાવેશ કરાશે.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમસેટ્ટીએ કહ્યું હતું કે, ૧૦૦ નંબર ડાયલ કરવાથી ક્યારેક ફોન અમદાવાદ કનેક્ટ થાય છે. જે ટેકનીકલ ખરાબી છે. પરંતુ ગાંધીનગર જિલ્લાના નાગરિકોને પહેલા ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૯૯૭૮૪ ૦૫૯૬૮ ઉપર સંપર્ક કરવો. આ નંબર જાે રિસિવ નહી થાય તો પણ ફોન આવેલા નંબર ઉપર સામેથી ફોન કરવામાં આવશે. ત્યારબાદ જરૂર જણાય તો એલસીબી પીઆઇ ડી.બી.વાળા ૯૭૨૪૩૨૮૪૩૦ અને એચ.પી.પરમાર ૯૬૩૮૪૫૫૬૬૬, જ્યારે જિલ્લા પોલીસ વડાના ૯૯૭૮૪૦૫૦૭૦ ઉપર સંપર્ક કરવો. | રવિતેજા વાસમસેટ્ટી, જિલ્લા પોલીસ વડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com