ગુજરાતનું કહેવાતું જીજે 18 એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓનું હબ બન્યું છે ત્યારે ગુજરાતમાંથી અનેક નવયુવાનો અહીંયા હોસ્ટેલમાં ભણીને અભ્યાસ કરતા હોય છે ત્યારે સુરતના આસપાસ આવેલા માંડવી ના નવયુવાન એવા આશરે 23 વર્ષના બ્રિજેશ ભરતભાઈ ચૌધરી જેઓ સુમન ટાવર પાસે આવેલા રુદ્ર પીજી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ત્યારે પીએસઆઇ ની તૈયારી કરતાં તેઓ સેક્ટર 11 ખાતે આવેલા એલઆઇસી સામેના ગ્રાઉન્ડમાં દોડતા હતા ત્યારે તેઓ અચાનક ફસડાઈ પડતા મૃત્યુ થયેલ ત્યારે આશાસ્પદ પદ એવા નવયુવાન સુરત પાસેના માંડવીનો વતની હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા હમણાં જ જણાવેલ કે બહુ કસરત ન કરવી ત્યારે પીએસઆઇ ની ભરતીમાં પણ આ દોડનું કંઈક કરો તેવા પ્રશ્નો ઉપરથી થયેલા છે ત્યારે અગાઉ જાણ કરવામાં આવે કે પરીક્ષા ક્યારે લેવાની છે તો એક થી બે મહિના અગાઉ કહેવામાં આવે તે જરૂરી છે બાકી નવયુવાનો હાર્ટ એટેકથી લઈને રોજબરોજ કિસ્સા મૃત્યુના આવી રહ્યા છે આ લખાય છે ત્યારે હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાકી છે મૃત્યુ નું કારણ પછી જાણવા મળશે બાકી નવયુવાનનું મૃત્યુના સમાચારથી હોસ્ટેલના વિદ્યાર્થીઓ ટોળેટોળા ગાંધીનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા . ત્યારે મરનાર યુવાનના પરિવારના ઘરે પણ જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે