ગાંધીનગરનાં પેથાપુર ગામ ખાતે આયુષ મેળાનું આયોજન કરાયુ

Spread the love

આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે ગાંધીનગરમાં પેથાપુર ખાતે આયુષ મેળો યોજાયો. જિલ્લા આયુર્વેદીક અ‍ધિકારીશ્રીની કચેરી, મહાનગર પાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આઠમાં આયુષ મેળાનું આયોજન ગાંધીનગર જિલ્લાના પેથાપુર ખાતેથી કરાયું.

ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદનું ખૂબજ મહત્વ છે ત્યારે વર્તમાન સ્થિતિમાં આયુર્વેદનું મહત્વ વિસરાઈ રહ્યું છે, અને એલોપેથીક દવાઓનું ચલણ વધી રહ્યું છે, જે લાંબા ગાળે શરીરને ખૂબજ નુકસાન કરે છે. પરિણામે તેમાંથી નવી તકલીફો જેવી કે એસિડિટી, ગેસ, પેટનો દુખાવો જેવી સામાન્ય તકલીફો ઉપરાંત કિડની અને લીવર પર અસર જેવી ભયાનક બીમારીઓ ઉદભવે છે.આવા સમયે આયુર્વેદ એ ખૂબજ અસરકારક અને હાનીરહિત ઉપચાર બની રહે છે. આપણા ગ્રંથોમાં પણ આયુર્વેદનું મહત્વ દર્શાવાયું છે. ત્યારે સરકારના સહયોગથી યોજાયેલા આયુષ મેળા એ સમાજને ખૂબ ઉપયોગી બની રહે છે.

‘દરરોજ દરેક માટે આયુર્વેદ’ના સ્લોગન સાથે શરૂ થયેલા આયુષ મેળામાં નાડી પરીક્ષણમાં, અગ્નિકર્મ, દંત વિભાગ, સ્ત્રી રોગ અને ગર્ભ સંસ્કાર, બાળ રોગ, પંચકર્મ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, જનરલ આયુર્વેદ અને હોમિયોપેથી ,પ્રાકૃતિક પરીક્ષણ અને તે મુજબ માર્ગદર્શન ,બીપી સુગર ચેકઅપ ,વેલનેસ ઓપીડી જેવા નિદાન સારવાર કેમ્પ તથા દિનચર્યા, ઋતુચર્યા,વનસ્પતિ પ્રદર્શન, પંચકર્મ, મિલેટ પ્રદર્શન જેવા પ્રદર્શન અને સુવર્ણપ્રાસનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૧૧૧૭ લોકોએ નિદાન પરિક્ષણ કરાવ્યુ હતુ. આશરે ૯૦૦થી વધારે લોકોએ આયુષ મેળાના પ્રદર્શનનો લાભ લીધો હતો.ઉપરાંત કાર્યક્રમ દરમિયાન ૮૫૦ ઉકાળા પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલે ઉપસ્થિત રહી હાજર સૌને આયુર્વેદનું મહત્વ અને તેની ઉપયોગીતા અંગે વાકેફ કર્યા હતા. તેમણે આ અંગે જણાવતા કહ્યું હતું કે, ‘આપણા વેદોમાં આયુર્વેદનું મહત્વ અને ઉપચારો દર્શાવ્યા છે. વિશ્વ આખું આજે ભારતના આયુર્વેદમાં વિશ્વાસ કરતું થયું છે ત્યારે આપણે એલોપેથિક પર જીવી રહ્યા છીએ અને આયુર્વેદને નકારી રહ્યા છે. 2016 માં આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આયુર્વેદનું મહત્વ સૌને સમજાવવા ધનતેરસને આયુર્વેદિક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને વિશ્વને આયુર્વેદની ઓળખ કરાવી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે આપણા ત્યાં એવી ગ્રંથિ છે કે સસ્તુ અને સરળતાથી મળી રહે તેની કિંમત ન હોય! એટલેજ કદાચ આજે આયુર્વેદની કિંમત વિસરાઈ રહી છે. પણ કોરોના કાળમાં આપણને આયુર્વેદેજ ઉગાર્યા છે. આપણા વડીલો અને પૂર્વ જો જે આયુર્વેદની વાત કરતા તેને આપણે સ્વીકારી નુકસાનકારક એલોપેથીકથી છુટકારો મેળવવાનો છે.

ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલે પણ આયુર્વેદ વિશે વિગતે સમજ આપી હતી. આયુષ મેળાના આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર શિલ્પાબેન પટેલ, ચેરમેનશ્રી આરોગ્ય સમિતિ ગાંધીનગર જયાબેન ઠાકોર, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, આયુર્વેદના તજજ્ઞો વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગના ડોક્ટર ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com