GJ-૧૮ મનપા ખાતે (શુક્રવાર) તારીખ ૩-૧૧-૨૩ ના રોજ ચેરમેન જશવંત પટેલ દ્વારા તમામ કામોના કોન્ટ્રાક્ટરો, પ્રોજેક્ટ મેનેજરો, કન્સલ્ટન્ટ અને મનપા દ્વારા ઇજનેરોની તાકીદ ની બેઠક બોલાવી હતી, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં ગોબાચારી અને સમયસર કામ ન કરતા તથા કામમાં વેઠ અને ક્વોલિટી યોગ્ય મેઈન્ટેનન્સ ન કરતા હોવાથી અનેક ફરિયાદો ઉઠવા પામી હતી, ત્યારે કમિશનરના બંગલાનું જે કામ ચાલી રહ્યું છે, તે કુડાસણ ખાતે પણ કામમાં નિમ્ન કક્ષાના સળિયા અને મટીરીયલ્સ વાપરતા ચેરમેન જશુ પટેલે ઉઘડો લીધો હતો, ત્યારે તગડા ભાવ, તગડા કામ પણ જાેશે, ત્યારે ચેરમેન દ્વારા બપોરે ૩ વાગ્યે મિટીંગ કર્યા બાદ તમામ કોન્ટ્રાક્ટરો માટે નાસ્તામાં ભજીયા પીરસવામાં આવ્યા હતા,પણ કોન્ટ્રાક્ટરોની ફાટી હોય કે ગમે તે હોય પણ કોઈએ ભજીયા નો નાસ્તો કર્યો ન હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે ત્રણ વાગે કોન્ટ્રાક્ટરોની મીટીંગ યોજવામાં આવી હતી, મિટિંગમાં અનેક સૂચનો, આદેશો અને કામમાં ક્વોલિટી જાેઈએ અને સમયબદ્ધ કામ થાય તે માટે સૂચના આપ્યા બાદ તમામ કોન્ટ્રાક્ટરો માટે જશુ જાેરદાર નાસ્તામાં ભજીયા મંગાવ્યા હતા. બાકી કોન્ટ્રાક્ટરોએ ભજીયા નહીં ખાવાનું કારણ સમજાતું નથી, ત્યારે એક કોન્ટ્રાક્ટરે નામ ન આપવાની શરતે જણાવેલ કે, ખવડાવે ભજીયા, અને કામના થાય કજીયા, ચેરમેન ઉડાવે અમારા ધજીયા, તો ભજીયાથી બાપા દૂર રહો, ત્યારે ભજીયા થી ફાટી કે ચેરમેન થી? એ કોયડો વણ ઉકેલ્યો જેવો રહ્યો છે, ત્યારે gj-૧૮ મનપા ના ચેરમેને બોલાવેલી મિટિંગમાં અનેક ભજીયા પડી રહ્યા હતા, જે ફોટામાં દેખાઈ રહ્યા છે, બાકી તપાસ ન થતી હોય અને બિલો ઝડપથી પાસ થઈ જતા હોય તો ભજીયા ખવાય, બાકી બિલો પાસ કરાવવામાં પણ ભારે કજીયા કરવા પડે છે, અને સજીયા લેવા પડે છે, જશુ જાેરદાર ચાર મહિના બાકી હોવાથી કામ પૂર્ણ ઝડપથી થાય તેવા મૂડમાં છે,
કોન્ટ્રાક્ટરો સમય કાઢીને બીજા કોઈ ચેરમેન આવે તો ક્વોલિટીમાં સેટિંગ થઇ જાય, ત્યારે હવે ચેરમેનશ્રી ભજીયા ને કરો ડીલેટ, અને મીઠું મોં ખવડાવીને મીઠું મીઠું બોલો, તીખા મેથી અને મરચા ના ભજીયા તમામની લાલ કરી નાખે, એટલે ભજીયા ખાધા નથી, એવું પણ કહી શકાય કે ચેરમેનના ભજીયા ના ખાઈને તમામ કોન્ટ્રાક્ટરો ચેરમેન થી નારાજ છે? કેમ ભજીયા ના ખાધા? આ પ્રશ્ન વેધકે પૂછાઇ રહ્યો છે, કોઈ કહે મને ડાયાબિટીસ છે, પણ ભજીયા ક્યાં ગળ્યા હતા!