કમિશનરના બંગલાના કામમાં જ ગોબાચારી, સળિયામાં ગંભીર ક્ષતીઓ, ૯ જેટલા આદેશો સાથે સ્લેબ ભરવા તાકીદ

Spread the love

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા વિવિધ કામોમાં ગંભીર ગેરરીતિ અને ખામીઓનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. રાયસણ ટીપી-૧૯માં બની રહેલા કમિશનર બંગલોના બાંધકામ દરમિયાન ખામી જણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે કોન્ટ્રાક્ટરનો ઉધડો લઇ નાંખ્યો હતો અને તાત્કાલિક ખામી સુધારવા તાકીદ કરવામાં આવી હતી.ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર માટે રાયસણ ટીપી-૧૯ના ફાઇનલ પ્લોટ નં. ૩૮૭માં બંગલો બનાવવામાં આવી રહ્યો છે. ૧.૭૮ કરોડ રૂપિયાના ખર્ચે બંગલાનું બાંધકામ ચાલી રહ્યું છે. આ કામગીરી દિપક કે. શાંખલા નામની એજન્સીને ટેન્ડરથી આપવામાં આવી છે. બંગલાના બાંધકામ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે સાઇટ વિઝિટ કરી હતી તે દરમિયાન પ્રથમ માળનું ધાબુ ભરવા માટે સેન્ટીંગની સાથે ગોઠવવામાં આવેલા સળીયામાં ગંભીર ક્ષતીઓ જણાઇ હતી. સળીયા યોગ્ય રીતે ગોઠવવામાં ન આવ્યા હોય અને તેના ઉપર આરસીસીનું ધાબું ભરવામાં આવે તો બાંધકામ નબળું રહે અને ટૂંકા ગાળામાં તિરાડો પડવાથી લઇને લિકેજ સુધીની સમસ્યા સર્જાઇ શકે છે. સાથે ઉપરના માળનો લોડ પણ આ જ સ્લેબ પર આવવાનો હોવાથી ગંભીર સ્થિતિનું નિર્માણ થઇ શકે તેમ હોવાથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે આ મામલે એજન્સીના સ્ટાફનો ઉધડો લીધો હતો. તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓને પણ આ પ્રકારના બાંધકામમાં ખાસ તકેદારી રાખવા અને ઇન્સ્પેક્શન વધારવાની સૂચના આપી હતી.ડિઝાઇન મુજબ સળીયા ગોઠવવામાં આવ્યા નહીં હોવાથી બાંધકામમાં કચાશ રહે તેમ હતું આથી તાત્કાલિક ૯ જેટલા સૂચનો કરીને તે પ્રમાણે સળીયા ફરીથી ગોઠવવા માટે તેમજ સળીયા ડિઝાઇન મુજબ કવર થાય તે પ્રમાણે ગોઠવ્યા બાદ જ ધાબાનો સ્લેબ ભરવા તાકીદ કરવામાં આવી હતી. વિકાસ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી, ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના ઉપરાછાપરી કિસ્સા બહાર આવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ગુણવત્તા મામલે ગંભીર નોંધ લીધી હતી. આ પ્રકારની પ્રવૃત્તિ અટકે તે માટે શુક્રવારે જશવંત પટેલે તમામ કામોના કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ મેનેજરો, કન્સલ્ટન્ટ અને મહાનગરપાલિકાના ઇજનેરોની તાકીદની બેઠક બોલાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com