ગાંધીનગર હિંમતનગર – ચીલોડા હાઇવે રોડ પર ટ્રક ચાલક પિતાની પાસે બેઠેલ પુત્રનું ઘટનાસ્થળે જ મોત

Spread the love

ગાંધીનગર હિંમતનગર – ચીલોડા હાઇવે રોડ ઉપર રાત્રીના અંદાજપત્રમાં જોખમી રીતે પાર્ક કરેલા ડમ્પરની સાથે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક પિતાની પાસે બેઠેલ પુત્રનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર ચીલોડા સર્કલની ચારે તરફ ગેરકાયદેસર દબાણો અને આડેધડ વાહન પાર્કિંગની સમસ્યાના કારણે ટ્રાફિક જામની સમસ્યાની સાથે છાશવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોય છે. હાઇવે રોડ ઉપર પણ રાત્રીના અંધકારમાં માતેલા સાંઢની માફક ટ્રકો બેરોકટોક ઉભી રહી જતી હોય છે. જેનાં કારણે સર્જાયેલા અકસ્માતમાં પિતાની નજર સામે પુત્રને દમ તોડી દીધો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

રાજસ્થાનના નજીરખાન આઝમખાન મેરનાં દસ સંતાનો પૈકીનો 23 વર્ષીય પુત્ર મીર તેમની સાથે ટ્રકના ખલાસી તરીકે કામ કરતો હતો. ગઈકાલે રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પિતા પુત્ર ટ્રકમાં સાબરકાંઠા ખાતે આવેલ બાલાજી એક્સપોર્ટ ફેક્ટરીથી મગફળીના દાણા ભરી હૈદરાબાદ જવા હિંમતનગરથી અમદાવાદ તરફ જતા હતા. તે દરમ્યાન ગીયોડ મંદિરથી ચિલોડા તરફ જતા હાઈવે ઉપર ધણપ ફાર્મસી કોલેજ પાસે રોડ ઉપર બે ડમ્પર કોઈપણ રિલેટેડ વગર કે કોઈપણ આડસ મુક્યા વગર ઉભા હતા.

ત્યારે રાતનું અંધારું હોવાથી નજીરખાનને રોડ વચ્ચે ઉભેલ ડમ્પર દેખાયું ન હતું. અને અકસ્માત સર્જાયો હતો. જેનાં કારણે ડમ્પર રોડની સાઈડમાં ઉતરી ગયું હતું. એ વખતે તેની આગળ ઉભેલ અન્ય એક ડમ્પર સાથે ટ્રક અથડાયુ હતું. જેનાં કારણે ડ્રાઈવર સાઈડની બાજુમાં બેઠેલા મીરને ગંભીર ઈજાઓ થઇ હતી. અને તેણે પિતાની નજર સામે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની જાણ થતાં ચીલોડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને ટ્રાફિક ક્લિયર કરાવી જોખમી રીતે ઉભી રહેલ ડમ્પરનાં ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com