સીબીઆઈમાં સુરત રેન્જ વડા વી.ચંદ્રશેખર પછી ગુજરાત કેડરના ૨૦૧૬ બેચના આઈપીએસ અને અમદાવાદ ગ્રામ્યમાં એસપી અમિત વસાવાની સીબીઆઈમાં પસંદગી કરતો અને તેમની પસંદગી અંગે સેન્ટ્રલ એપોઈન્ટમેન્ટ કમિટી દ્વારા મંજૂરીની મોહર મારતો હુકમ થયા પછી હવે તેમની કબીમાં નિમણૂક કરતો વિધિવત ઓર્ડર કરી ગુજરાત સરકારને તેની સતાવાર જાણ કરવામાં આવશે તેમ આખી પ્રક્રિયાથી સુપરિચિત આઇપીએસ અધિકારીએ અકિકાને જણાવ્યું છે.
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ગુજરાતમાંથી અન્ય આઇપીએસની પસંદગી થયેલ છે પરંતુ અમુક આઇપીએસ હાલ તુરંત સીબીઆઈમાં ચોકકસ કારણોસર જવા ઈચ્છતા ન હોવાથી ઓર્ડર પેન્ડીગ રાખવામાં આવ્યા છે.
એક ચર્ચા એવી પણ ચાલે છે કે, સુરત રેન્જ આઇજી, વી.ચંદ્ર શેખર પણ ડિસેમ્બર સુધી ગુજરાત રહેવા ઈચ્છતા હોવાનુ અને ત્યારબાદ સીબીઆઈમાં જોઇન્ટ થવા ઈચ્છે છે તેમ આઇપીએસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
જાન્યુઆરી માસમાં ભૂતકાળમાં ગુજરાત કેડરના આઇપીએસ અને એક સમયે રાજકોટ ગ્રામ્યમાં પોતાની ફાયર બ્રાન્ડ મહિલા અધિકારીની ઇમેજને કારણે જાણીતા જેતે સમયના એસપી અને હાલ આઇજી લેવલના સીબીઆઈમાં ફરજ બજાવતા ગગનદીપ ગંભીર અને ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં એસપી દરજ્જે ફરજ બજાવી ગયેલ આઇજી લેવલના રાઘવેન્દ્ર વસ્ત કે જે હાલ સીબીઆઈમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવે છે તેવો નો કાર્યકાળ પૂર્ણ થવાનો હોવાથી પરત ફરનાર છે, હાલ એડી ડીજી લેવલના સ્વચ્છ છબી સાથે કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવતા મૂળ ગુજરાત કેડરના મનોજ શશીધર સીબીઆઈમાં ખૂબ મહત્વના સ્થાને છે, અને અનેક મહત્વના કેસોમાં તેમની કાબેલિયત દર્શાવી ચૂકયા છે.
એક આડ વાત ખૂબ સ્વચ્છ છબીને કારણે અમદાવાદ પછી સુરત રેન્જ આઇજી જેવું મહત્વનું અને મોટાભાગના સિનિયર આઇપીએસની અભિલાષા હોય છે તેવું આ પોસ્ટીંગ વી.ચંદ્રશેખરની ઇમેજને કારણે આપતા ઘણા સિનિયર માટે ગાડી ચૂકી ગયા જેવું બનેલ, હવે ફરી આ સ્થાન ખાલી પડતા જ સુરત રેન્જ મેળવવા કોણ ભાગ્યશાળી બનશે તેની ખાનગીમાં રસપ્રદ આઇપીએસ વર્તુળોમાં ચાલે છે. એક ચર્ચા એવી છે કે જાન્યુઆરી એન્ડમાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવળત્ત થયા બાદ લોકસભાની ચુંટણી અંતર્ગત નિયમ મુજબ ત્રણ વર્ષ અને મહત્વના સ્થાનો ખાલી ન રહે તે અંતર્ગત સિનિયર,જુનિયર આઈપીએસ અધિકારીઓનના ફેરફાર થશે. સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને નિવળત્તિ બાદ પણ કોઈ મહત્વનું સ્થાન આપવા ગાંધીનગર વિચારી રહ્યાની ચર્ચા છે.