*એ.સી.બી ની સફળ ડીકોય*
*ડીકોયર* : એક જાગૃત નાગરીક
*આરોપી* : ઇન્દ્રસિંહ કપુરજી ઠાકોર,પોલીસ કોન્સ્ટેબલ, ઉ.વ.૩૨. નોકરી- “ એ ” ટ્રાફીક પોલીસ સ્ટેશન,અમદાવાદ શહેર,
*ડીકોયની તા:*
૨૧/૧૧/૨૦૨૩
*લાંચની માંગણીની રકમ* : રૂ. ૧૦૦/-
*લાંચની સ્વીકારેલ રકમ* : રૂ. ૧૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂ. ૧૦૦/-
*ડીકોયનુ સ્થળ* :
ઓગણજ સર્કલ,એસ.પી.રીંગ રોડ, અમદાવાદ.
*ટુંક વિગત* :
આ કામે હકીકત એવી છે કે, અમદાવાદ શહેર તથા નેશનલ હાઇવે પર આવતા જતા વાહનોને પોલીસ તથા હોમગાર્ડ તથા ટી.આર.બી. ના કર્મચારીઓ વાહનો રોકી તેઓને જુદા જુદા બહાના બતાવી હેરાન પરેશાન કરી કાયદેસરના દંડ સિવાયની પોતાના અંગત સ્વાર્થ માટે લાંચના નાણાની માંગણી કરતા હોવાની માહીતી મળેલ જે આધારે આજરોજ ડીકોયરનો સાથ સહકાર મેળવી સદર રજુઆતો સબંધે ડીકોયરને સાથે રાખી, ડીકોયની શક્યતાઓ તપાસતા ટ્રાફિક પોઇન્ટ, ઓગણજ સર્કલ પાસે એસ.પી.રીંગ રોડ અમદાવાદ ખાતે આરોપીએ ડીકોયરની છોટા હાથી ગાડી ઉભી રખાવી ડીકોયર સાથે લાંચ લેવા અંગેની હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૦૦/- ની લાંચની માંગણી કરી, લાંચની રકમ સ્વીકારી લાંચના ડીકોય છટકા દરમ્યાન પકડાઇ ગયેલ છે.
*નોધ* : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*ટ્રેપિંગ અધિકારી* :
શ્રી સી.જી.રાઠોડ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે તથા એ.સી.બી. સ્ટાફ
*ડીકોય મદદ માં*
શ્રી એસ.એન.બારોટ,પો.ઈ
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.
પો.સ્ટે તથા તેમની ટીમ.
*સુપર વિઝન અધિકારી* :
શ્રી કે.બી. ચુડાસમા,
મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ.