ગાંધીનગરના ભાઈજીપુરા ખાતે દીકરીને કેમ હેરાન કરો છો ? તેમ કહીને યુવક પર હુમલો

Spread the love

ગાંધીનગરમાં ભાઈ સાથે ફુટની લારી ચલાવતા યુવકના સાસરિયાઓએ મારી દીકરીને કેમ ઝઘડો કરી હેરાન કરે છે ? તેમ કહી અપશબ્દો બોલી લાકડાના ધોકાથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના સૈજપુર ખાતે રહેતા રાહુલભાઈ બાબુભાઈ પટણી તેમના નાનાભાઈ અજય સાથે ફુટનો વેપાર કરે છે. ગતરોજ સાંજે બંને ભાઈઓ લારી ઉપર ફુટનો વેપાર કરી રહ્યા હતા, તે સમયે રાહુલના સસરા રાજેશ પટણી તથા તેના બે સાળા કેતન પટણી અને વિશાલ પટણી લારીએ આવ્યા હતા અને તમે લોકો મારી દીકરીને કેમ ઝઘડો કરી હેરાન કરો છો ? તેમ કહી બિભત્સ અપશબ્દ બોલવા લાગ્યા હતા. જેથી રાહુલ અને તેના નાના ભાઈ અજયે અપશબ્દો બોલવાની ના પાડતા આ ત્રણેય ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને રાહુલના સાળાએ ગડદાપાટુનો મારમારી લાકડાનો નાનો ધોકો રાહુલના નાનાભાઈ અજયને માથામાં મારી દીધો હતો. આ વખતે રાહુલ તથા અજય ત્યાંથી ભાગી ગયા હતા. તે સમયે કેતન પટણીએ – જાે તમે હવે અહીંયા લારી ઉપર દેખાયા છો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને કેતન અને તેનો ભાઈ વિશાલ તેમજ પિતા રાજેશ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જાેકે ધોકાને કારણે થયેલી ઇજાથી અજયને લોહી નીકળતું હોવાથી તુરંત જ તેને પરિવારજનો સારવાર અર્થે લઇ ગયા હતા. આ મામલે અજયની ફરિયાદના આધારે ઈન્ફોસિટી પોલીસે રાજેશભાઈ પટણી, કેતનભાઈ પટણી તેમજ વિશાલભાઈ પટણી (રહે કુડાસણ ગાંધીનગર) વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com