ગાંધીનગરમાં રાહત દરના પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરેલ ના હોય તો તેઓએ તારીખ ૧૪/૦૨/ ૨૦૨૪ સુધીમાં બાંધકામ પૂર્ણ કરી વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવા માટે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી હિતેશ કોયાએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયાએ જણાવ્યું છે કે, ગાંધીનગર શહેર ખાતે સરકારના માર્ગ અને મકાન વિભાગની તા. ૨૪/૧૦/૧૯૯૭, ૦૮/૦૫/૨૦૦૨ તથા ૦૯/ ૦૩/ ૨૦૦૬ની નીતિ તથા સને ૨૦૦૧ ની નીતિ અન્વયે રાહત દરે પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરવાની મુદત માર્ચ ૨૦૨૦ પછીની કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે બે વર્ષ લંબાવવામાં આવી હતી. તારીખ ૧૪/૦૨/૨૦૨૪ સુધી શરતોને આધિન માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૨૫/૦૩/૨૦૨૨ ના ઠરાવથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી પ્લોટ ધારકોએ પ્લોટ ઉપર બાંધકામ પૂર્ણ કરેલ ના હોય તો તેઓ ઉકત નિયત થયેલ તા. ૧૪/૦૨/૨૦૨૪ સુધીમાં બાંધકામ પૂર્ણ કરી વપરાશ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવા જણાવ્યું છે.