છેલ્લા કેટલાય દિવસોથી જે ઘડીનો દેશને ઈંતેજાર હતો, તે આજે આવી ગઈ છે, 17 દિવસ સુધી ચાલેલી કશ્મકશમાં મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા તમામ 41 શ્રમિકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં સફળતા મળી છે. હાલમાં તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે લઈ જવાયા છે.
આ મામલે પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને કહ્યું છે કે આ સફળતા ભાવુક કરી દેનારી છે. આ ખૂબ જ સંતોષની વાત છે કે લાંબી રાહ જોયા બાદ હવે અમારા આ મિત્રો તેમના પ્રિયજનોને મળી શકશે.
उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है।
टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं।
यह अत्यंत…
— Narendra Modi (@narendramodi) November 28, 2023
મહત્વનું છે કે આ મામલે ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. જેમાં તેમણે આખા ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપી હતી. આ દરમિયાનમાં સીએમ ધામીએ આખી કામગીરી દરમિયાન મળેલા પીએમ મોદીના સપોર્ટને વખાણ્યો હતો અને કહ્યું હતું કે PM મોદી સતત મારા સંપર્કમાં હતા અને બચાવ કામગીરીની અપડેટ લેતા હતા. તેમણે મને દરેકને કોઈપણ રીતે સુરક્ષિત રીતે બચાવવાની ફરજ સોંપી.. તેમના સમર્થન વિના, આ શક્ય ન હતું.
ઉત્તરાખંડના સિલ્ક્યારા-ડંડલગાંવ ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રથમ મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. આ અંગે એક મોટી અપડેટ એવી પણ સામે આવી છે કે તમામ શ્રમિકો સ્વસ્થ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
આ તબક્કે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ ઘટનાસ્થળે હાજર હોવાના સમાચાર સામે આવ્યા છે. સીએમ પુષ્કર ધામી પણ શ્રમિકોને મળ્યા છે. હાલ NDRFની ટીમોએ બચાવકાર્યને ઝડપી બનાવી દીધું છે. એક મોટી અપડેટ પ્રમાણે 9 વાગ્યા સુધીમાં તમામને ટનલમાંથી બહાર કાઢી લેવાશે એવી શક્યતાઓ વ્યક્ત થઈ છે. હાલમાં તમામ શ્રમિકોનું મેડિકલ ચેક-અપ કરાશે.
સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ટનલની અંદર એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. શ્રમિકોને ટૂંક સમયમાં સંપૂર્ણરીતે બહાર લાવવામાં આવશે. વિશ્વસનીય સૂત્રોએ માહિતી આપી છે કે કામદારોને બચાવવાનું મિશન તેના છેલ્લા તબક્કામાં છે. મોટી જાણકારી અનુસાર એનડીઆરએફની ટીમ સુરંગની અંદર પહોંચી ચૂકી છે.
ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂને લઇને પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. પરિવારજનોને શ્રમિકો માટે કપડાની બેગ ભરવા કહી દેવામાં આવ્યું છે. ટનલમાં મેન્યુઅલ ડ્રિલીંગ ચાલી રહી છે. એમ્બ્યુલન્સ પણ ટનલમાં લઇ જવામાં આવી રહી છે. હવે 2 મીટરનું ડ્રિલિંગ કામ કાજ પુરઝડપે ચાલી રહ્યું છે. ટનલની અંદર એમ્બ્યુલન્સ પણ પહોંચી રહી છે. NDRFની ટીમ 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને ટનલમાંથી બહાર કાઢશે. ટનલની નજીક એક બેઝ હોસ્પિટલ છે. જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ પછી મજુરો માટે એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે.તેમણે જણાવ્યુ કે અમે તમામ સુરક્ષા અને સાવચેતી રાખીને આગળ વધી રહ્યા છીએ. શ્રમિકોની રેસક્યુ કામગીરીમાં કોઇ પણ પ્રકારની ઉતાવળ કરવામાં આવશે નહી.
એનડીએમએના સભ્ય લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત સૈયદ અતા હસનૈને જણાવ્યું કે “ચિનૂક હેલિકોપ્ટર ચિન્યાલિસૌર એરસ્ટ્રીપ પર હાજર છે… ચિનૂક હેલિકોપ્ટરને ઉડાવવાનો છેલ્લો સમય સાંજે 4.30 વાગ્યાનો છે. એટલે અમે તેને રાત્રે ઉડાવીશું નહીં. શ્રમિકોને બીજા દિવસે સવારે એરલિફ્ટ કરાશે. તેમણે કહ્યું કે શ્રમિકોને બહાર કાઢી લઇશું પણ એરલિફ્ટ તો સવારે જ કરીશું. કારણ કે રાતના સમયે ચિનૂક ઉડાવી શકાતુ નથી. તેમ છતાં પણ જો એવી કોઇ ખાસ ઇમરજન્સી હશે તો ચિનૂકમાં ઉડાન રાત્રે ભરવા અંગે વિચાર કરીશું.
આ અંગે NDMAના સભ્ય લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને જણાવ્યુ કે ગઇકાલે 46 મીટર સુધી ડ્રિલિંગની કામગીરી થઇ હતી. ત્યારબાદ અત્યારે 56 મીટર સુધી કામગીરી પુરી થઇ ગઇ છે. એટલે કે 24 કલાકમાં 10મીટર મેન્યુઅલી ડ્રિલિંગ કરવામાં આવ્યું જે કોઇ મશીનની સરખામણીએ કમ નથી. જો કે હજી પણ 2 મીટર ડ્રિલિંગ બાકી છે. કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું.
NDMAના સભ્ય લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈને જણાવ્યું કે 24 કલાકથી ઓછા સમયમાં 10 મીટર જેટલુ મેન્યુઅલી કામ કરવામાં આવ્યુ હતું. હાલ 58 મીટર સુધી પહોંચી ગયા છીએ. ઓગર મશીનના પ્રેશરથી કામગીરી કરવામાં આવી રહી છે. રેટ માઇનર્સ, નિષ્ણાંતો તથા આર્મી એન્જિનિયર્સ મળીને કામ કરી રહ્યા છે. તેઓના સહકારથી 58 મીટર સુધી ખોદકામ કરવામાં સફળ રહ્યા છીએ.