ગુજરાતીનું પાટનગર એટલે gj-૧૮ જાેવા જઈએ તો જંગલ ખાતા ની મોટાભાગની જમીન કહેવાય પણ વિકાસની લહાયમાં ને લહાયમાં અનેક વૃક્ષો અને પક્ષીઓનો ખુલદો બોલાઈ ગયો છે, ન્યુ gj-૧૮ ખાતે તો કબૂતર સિવાય કશું જ નજર નથી આવતું ત્યારે હવે બાયોટેકનોલોજી પાર્ક બનાવવામાં ૮૦૦ વૃક્ષો ઉપર કટર ફરશે, ત્યારે પક્ષીઓનો કલરવ આવનારા દિવસોમાં સાંભળવા નહીં મળે પક્ષી પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓનું પીપૂડું કેટલું વાગે છે, તે ખબર નથી પણ માનવજાત માટે કુદરતી ઝાડવા, પક્ષીઓ પણ જરૂરી છે, ત્યારે ગામડામાં ધોતિયા વાળા અને ટોપી વાળા કાકાઓ ગાયબ થઈ રહ્યા છે, તેમ હવે આવનારા વર્ષોમાં આ પક્ષીઓ લુપ્ત ન થાય તે જાેજાે, ત્યારે gj-૧૮ ચરેડીવનરાજી વિસ્તારમાં ૮૦૦ જેટલા વૃક્ષોનો ભોગ લઈ બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર બનાવવાની તૈયારી તંત્ર કરી રહ્યું છે. જાેકે અહીં હજ્જારો પોપટો સિવાય જુદી જુદી ૬૧ પ્રજાતિના પક્ષીઓનો પણ વસવાટ હોવાનું બર્ડ વોચર ટીમના સર્વેમાં બહાર આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ અટકાવી દેવાની માંગ પ્રબળ બની છે.શહેરમાં વિકાસ વેગવંતો બનાવવા માટે લીલોતરીનો ભોગ લેવાઇ રહ્યો છે. અત્યાર સુધી રોડ નેટવર્ક, મેટ્રો, રેલ, ઓવરબ્રિજ સહિતની કામગીરી કરવામાં હજારોની સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. ત્યારે ચરેડીમાં વધુ ૧૪ એકર જગ્યામાં રહેલા આશરે ૮૦૦ જેટલા નાના મોટા વૃક્ષોનો ભોગ લઈ બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર બનાવવાનું પ્લાનિંગ થતાં જ પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.અત્રેના વિસ્તારમાં ૮૦૦ વૃક્ષો કાપી નાખવા માટે વન વિભાગને દરખાસ્ત પણ મોકલી દેવાઈ છે. પરંતુ અત્રેના જંગલ વિસ્તારમાં અંદાજીત ૩૦ હજાર પોપટનો રાતવાસો હોવાનું સામે આવતા નગરજનોમાં પણ સરકારના ર્નિણય સામે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. સવાર – સાંજ પડતાં જ અહીંનો વિસ્તાર પોપટો સહીતના પક્ષીઓના કલરવથી ગુંજી ઊઠતો હોય છે. તેમ છતાં અબોલ જીવોને ઘર વિહોણા કરી રિસર્ચ સેન્ટર ઊભું કરવાની પેરવી શરૂ થઈ રહી હોવાથી પ્રકૃતિ પ્રેમીઓ સોશિયલ મીડિયાનાં માધ્યમથી પોપટોના આશ્રય સ્થાનને બચાવી લેવા કેમ્પેઇન ચલાવી રહ્યા છે.વિરોધનો વંટોળ ઉભો થતાં વન વિભાગના સૂત્રોએ કહ્યુ હતું કે, લેબ તૈયાર થશે ત્યાં સુધી ૪૩૬ જેટલા વૃક્ષો કપાશે. પરંતુ પોપટોનાં આશ્રય સ્થાન હોવાની રજૂઆતોને ધ્યાને રાખી સર્વે હાથ ધરી અહીં કેટલા માળાનાં પક્ષીઓ વસવાટ કરે એની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ બર્ડ વોચર સુશીલાબેન રાઠોડ સહિતની ટીમે અત્રેના વિસ્તારમાં સર્વ પણ પૂર્ણ કરી દેવાયો છે. જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં માત્ર હજ્જારો પોપટ સિવાય પણ જુદી જુદી ૬૧ પ્રજાતિના પક્ષીઓ જાેવા મળ્યા છે. જેનાં પગલે હજ્જારો પક્ષીઓના આશ્રય સ્થાનને બચાવી લેવા આગામી દિવસોમાં બાયોટેક્નોલૉજી રિસર્ચ સેન્ટર બનાવવાનો પ્રોજેક્ટ સામે આંદોલનનાં મંડાણ થાય તો નવાઈ નહીં. પ્રકૃતિ રક્ષા અભિયાનના અગ્રણી મેહુલ તુવારે જણાવ્યું હતું કે, ચરેડી ખાતે બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટરના નિર્માણ માટે કરવામાં આવનાર વૃક્ષોના નિકંદન સામે પ્રકૃતિ રક્ષા અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી તેમજ વન અને પર્યાવરણ મંત્રીના કાર્યાલયે અગાઉ આવેદન પત્ર આપવામાં આવી ચૂક્યું છે, જેમાં અમારા દ્વારા પ્રસ્તાવિત સ્થળનું ફ્લોરા અને ફૌના રિસર્ચ રિપોર્ટ કરાવવા માંગ કરવામાં આવી છે કેમકે આ સ્થળે અસંખ્ય પોપટ પક્ષીઓનો નિવાસ હોવા સાથે હવે સુશીલા રાઠોડ જેવા અનુભવી બર્ડ વોચર દ્વારા પણ અહીં અનેક પ્રજાતિના પક્ષીઓનો વસવાટ હોવાનું પ્રસ્થાપિત થયું છે. અહીં મોટી સંખ્યામાં વૃક્ષો કપાઈ જવાથી આ તમામ પ્રજાતિના પક્ષીઓનો આશરો છીનવાઈ જવા સાથે ગાંધીનગરના ગ્રીન કવચમાં પણ મોટુ ગાબડું પડશે જે જૈવિક અને પર્યાવરણીય સંતુલન માટે જાેખમી સાબિત થઇ શકે છે. આ બાબતે સરકારે અધિકૃત રીતે ફ્લોરા અને ફૌના રિસર્ચ રિપોર્ટ કરાવીને આ જૈવ વૈવિધ્યને બચાવવા પ્રોજેક્ટને અન્યત્ર ખસેડવા જેવા વિકલ્પો અંગે વિચાર કરવો જાેઈએ.