ચોરીના રોકડા રૂ.૪,૫૦,૦૦૦ તથા ચોરીની એકસેસ મળી કુલ રૂ.૫,૦૦,૦૦૦ ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી સાબરમતી પો.સ્ટે.ના ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર  જે.એચ.સિંધવની ટીમના પો.સ.ઈ. જી.કે.ચાવડા,પો.સ.ઈ. બી.યુ.મુરીમા તથા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ.રાજેન્દ્રસિંહ રાયસિંહ, હે.કો.રાકેશસિંહ ધર્મેન્દ્રસિંહ તથા પો.કો.મુકેશભાઈ કાનજીભાઈને મળેલ ચોક્ક્સ બાતમી હક્કિત આધારે નજર ચુકવી ચોરી કરતા આરોપી ચેતન ઉર્ફે ચીન્ટુ સ/ઓ વિજયભાઈ ફુલસિંહ ઘમંડે (છારા) ઉ.વ.૩૫ રહે: મ.નં.૧૧, નવ ખોલી, છારાનગર, કુબેરનગર, સરદારનગર, અમદાવાદ શહેરને સરદારનગર ઈન્ડીકેપ ત્રણ રસ્તા રોડ પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી (૧) રોકડ રૂપિયા ૪,૫૦,૦૦૦/- (૨) ગુનો કરવામાં ઉપયોગ કરેલ એકસેસ કિ.રૂ.૫૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ મળી આવતાં તે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

કબુલાત:

આજથી આશરે આઠેક દીવસ પહેલાં પકડાયેલ આરોપી તથા સુજીત નારજી ઈન્દ્રેકર એ રીતેના સુઝુકી એક્સેસ સ્કુટર નંબર જી.જે.૦૧.વી.જે.૩૬૯૮ ઉપર અને લક્ષ્મણ ઉર્ફે ગુંગો પુંજા ગાગડેકર તથા ચંદ્રકાંત ઉર્ફે સોનુ જયંતી તમંચે હોન્ડા સાઇન નંબર જીજે-૨૭-કયુ-૧૫૭૫ નું લઇને નવરંગપુરા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢીઓની આસપાસ કોઇ વ્યકિત પૈસા લઇને નીકળે તો તેની નજર ચુકવી તેની પાસેના નાણા લઇને ભાગી જવા માટે રેકી કરતા હતાં. તે દરમ્યાન એક વ્યકિત આંગડીયા પેઢીમાંથી આવતા જણાતા તે વ્યકિતની પાસેથી નાણા લઈ લેવાનું વિચારેલ અને તે વ્યકિત ત્યાંથી રીક્ષામાં બેસીને જતા તેનો પીછો ન્યુ રાણીપ સાબરમતી વિસ્તારમાં સરદાર ચોક આલોક બંગલોઝ સામે રીક્ષામાંથી નીચે ઉતરી રીક્ષાવાળાને ભાડુ આપતાં હતાં. ત્યારે લક્ષ્મણ ઉર્ફે ગુંગોએ રીક્ષા પાસે જઈ તે વ્યકિતએ રીક્ષામાં મુકેલ કપડાની થેલી લઇને ભાગી ગયેલ હોવાનુ જણાવેલ.

શોધાયેલ ગુનો:

સાબરમતી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૯૨૩૦૭૯૪/૨૦૨૩ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ:

(૧) એલીસબ્રીજ પો.સ્ટે ફ ગુરનં ૬૩૫/૨૦૦૯ ઇપીકો કલમ ૩૭૯.૪૬૧.૪૧૧.૧૧૪ મુજબ

(૨) વસ્ત્રાપુર પો.સ્ટે.ફર્સ્ટ ગુ.૨.નં.૨૨૫/૨૦૧૦ ધી ઈ.પી.કો કલમ ૩૭૯.૪૬૧ મુજબ

(૩) શાહીબાગ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૪/૨૦૧૨ ધી ઈ.પી.કો કલમ ૩૭૯.૪૬૧.૧૧૪ મુજબ

(૪) શહેરકોટડા પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૧૦/૨૦૧૭ ધી ઈ.પી.કો કલમ ૩૯૪.૧૧૪ મુજબ

(૫) રાણીપ પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૪૩/૨૦૧૯ ધી ઈ.પી.કો કલમ ૩૭૯.૪૬૧.૪૨૭.૧૨૦(બી)

(૬) સોલા હાઇકોર્ટ પો.સ્ટે.ફર્સ્ટ ગુ.ર.નં.૧૮૯૯/૨૦૨૧ ધી ઈ.પી.કો કલમ ૩૭૯.૧૧૪

(૭) સને ૨૦૦૭ માં પાસા હેઠળ નવસારી જેલમાં સાડા સાત મહીના રહેલ છે.

(૮) સને ૨૦૨૦ માં પાસા હેઠળ સુરત જેલમાં સાડા પાંચ મહીના રહેલ છે.

પકડાયેલ આરોપીએ આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ ? તે બાબતે તેઓની સઘન પુછપરછ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com