વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને કારણે દેશમાં ખાદીનું ટર્નઓવર ત્રણ ગણું વધ્યું : કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિત શાહ

Spread the love

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિતભાઈ શાહની સાયન્સ સિટી ખાતે આયોજિત માટી કલા મહોત્સવમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

કેન્દ્રીય MSME મંત્રી  નારાયણ રાણે, કેન્દ્રીય MSME રાજ્યમંત્રી ભાનુપ્રતાપ સિંહ વર્મા, ખાદી અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને 300 ઇલેક્ટ્રિક પોટર વ્હીલ્સ, 40 એગ્રો બેઝડ ફૂડ ઇન્ડસ્ટ્રી પ્રોસેસિંગ ટૂલ કીટ, 40 અગરબત્તી મશીન, 20 પ્લમ્બિંગ કિટ, 200 પારંપરિક ચરખાનું વિતરણ કરવામાં આવ્યું

કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આયોજિત મહોત્સવમાં માટીકામ, ખાદી અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને કારીગરો ઉપસ્થિત રહ્યાં

નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન બન્યા બાદ દેશમાં ખાદી ક્ષેત્રને પુનર્જીવિત કરવાનું મહત્ત્વનું કામ કર્યું

નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં અનેકવિધ વિકાસ પ્રકલ્પો દ્વારા દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોચ્યું

– આધુનિક સાધનસામગ્રી માટી કલા અને ખાદી ક્ષેત્રના કારીગરોને આજીવિકા પૂરી પાડવા સાથે ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવશે

અમદાવાદ

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહ અમદાવાદ સાયન્સ સિટી ખાતે કેન્દ્ર સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા આયોજિત માટી કલા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખાદી અને માટી કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય MSME મંત્રી  નારાયણ રાણે, કેન્દ્રીય MSME રાજ્યમંત્રી ભાનુપ્રતાપ સિંઘ વર્મા, ખાદી-ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.માટી કલા મહોત્સવ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીએ ખાદીને આઝાદી આંદોલન સાથે જોડીને ગરીબોને ખાદીના માધ્યમથી રોજગારી આપવાનું મોટું કામ કરીને દેશમાં સ્વદેશી સાથે સ્વરાજની ભાવના વિકસાવી હતી.

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ દેશના વડાપ્રધાન બન્યા બાદ દેશમાં ખાદી ક્ષેત્રને પુનર્જીવિત કરવાનું મહત્વનું કામ કર્યું છે. વડાપ્રધાનશ્રીએ ‘વોકલ ફોર લોકલ’ ના મંત્ર સાથે દેશમાં સ્વદેશી અને રોજગારને જોડવાનું કામ કર્યું છે. આજે દેશમાં ખાદીનું ટર્ન ઓવર ત્રણ ગણું વધ્યું છે અને કરોડો લોકોને રોજગારી આપીને આત્મનિર્ભર બનાવતો ખાદી ઉદ્યોગ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યો છે. વર્ષ 2022-23માં દેશમાં ખાદીનો કુલ વેપાર ₹1,35,000 કરોડને પાર થયો છે, જેમાં આ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક લાખ લોકોનું યોગદાન રહ્યું છે.

દેશમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અર્થતંત્રના વિકાસ અંગે વાત કરતા શ્રી અમિતભાઈ શહે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વમાં અનેકવિધ વિકાસ પ્રકલ્પો દ્વારા દેશનું અર્થતંત્ર સર્વસમાવેશક બનાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયાસરત રહી છે. જેના ભાગરૂપે દેશનું અર્થતંત્ર વિશ્વમાં અગિયારમા સ્થાનેથી પાંચમા સ્થાને પહોચ્યું છે.આજના કાર્યક્રમમાં ખાદી, માટી કામ અને ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો/કારીગરોને 300 ઇલેક્ટ્રિક પોટર વ્હીલ્સ, 40 એગ્રો બેઝડ ફૂડ ઇન્ડસ્ટ્રી પ્રોસેસિંગ ટૂલ કિટ , 40 અગરબત્તી મશીન, 20 પ્લમ્બિંગ કિટ, 200 પારંપરિક ચરખાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ આધુનિક સાધન સામગ્રી તેમને આજીવિકા પૂરી પાડવા સાથે ખરા અર્થમાં આત્મનિર્ભર બનાવશે. આજે કટ્ટુર (થ્રીસુર) ખાતેના 30 વર્ષ જૂના, નવીનીકરણ પામેલા સેન્ટ્રલ સ્લાઈવર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 10 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલો આ પ્લાન્ટ ખાદીના ઉત્પાદન અને ખાદીની ક્વોલિટીને અનેકગણી વધારશે.

કેન્દ્રીય ગૃહમંત્રી  અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આજના પ્રસંગે ગાંધીનગર લોકસભા મતવિસ્તારની 8 નવી સબ-પોસ્ટ ઓફિસનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા આ વિસ્તારોના નાગરિકોને પોસ્ટ અને બેન્કિંગ સેવાઓ માટે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે. છેલ્લાં ચાર વર્ષમાં ગાંધીનગર લોકસભાના ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારોમાં બે લાખથી વધુ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના ખાતા, 66,400થી વધુ સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા, 14,000 જેટલા મહિલા સન્માન બચત પ્રમાણપત્ર સહિત 8000 જેટલા પાસપોર્ટ પણ પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે. સાથે જ હર ઘર તિરંગા અભિયાન દરમિયાન દરમિયાન 53,000 જેટલા રાષ્ટ્રધ્વજ પણ પોસ્ટ ઓફિસના માધ્યમથી વિતરણ કરવામાં આવ્યા હતા, જે ખરેખર પ્રશંસનીય કામગીરી છે. આજના પ્રસંગે પીએમ એમ્પ્લોય જનરેશન સ્કીમ હેઠળ દેશભરમાં 5000 લાભાર્થીઓના ખાતામાં DBT માધ્યમથી ₹200 કરોડની માર્જીન મની ટ્રાન્સફર કરવામાં આવી છે, એવું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય MSME મંત્રી નારાયણ રાણેએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, ખાદી આપણી સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે. આજે ખાદી ગ્રામીણ ક્ષેત્રે આજીવિકાનું સાધન હોવાની સાથોસાથ કરોડોનું વેપાર ક્ષેત્ર બન્યું છે. દેશમાં કૃષિ બાદ ખાદી આજે ગ્રામીણ ક્ષેત્રે રોજગારીમાં બીજા નંબરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિના કારણે આજે આંતરરષ્ટ્રીય સ્તરે ખાદીનું મહત્ત્વ અનેકગણું વધ્યું છે. ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ પછી ખાદી ઉદ્યોગનો બીજા નંબરે ક્રમ આવે છે. SC, ST અને અલ્પસંખ્યક લોકો તથા 70 ટકા જેટલી મહિલાઓની ભાગીદારી ખાદી ઉદ્યોગમાં જોવા મળે છે. ખાદી ઉત્પાદનને આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓળખાણ મળી છે સાથે જ 20થી વધારે દેશોમાં ખાદીને નિકાસ કરવામાં આવે છે.કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે ખાદીએ આજે એક મોટા ઉદ્યોગનું સ્વરૂપ લઈ લીધું છે. સરકારની વિવિધ ગ્રામીણ વિકાસ યોજનાઓ હેઠળ ખાદી ઉદ્યોગને અવસર પ્રાપ્ત થતા ખાદી ઉદ્યોગમાં વ્યાપક બદલાવ જોવા મળી રહ્યો છે. આજની નવી પેઢી પણ ફેશનની રીતે ખાદીનો ઉપયોગ કરી ખાદી ઉધોગ ક્ષેત્રમાં મોટો બદલાવ લાવી રહી છે. ખાદી ઉત્પાદન કરતા સ્પિનર અને વણકરોની મહેનતના કારણે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર સાકાર થઈ રહ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.ખાદી ઉદ્યોગના કારણે દેશની જીડીપી, એક્ષપોર્ટ અને દેશની માથાદીઠ આવકમાં વધારો થવા પામ્યો છે. ખાદી ઉદ્યોગ દેશના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યો છે, એવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના અધ્યક્ષ શ્રી મનોજકુમારે સ્વાગત ઉદબોધન કરતા જણાવ્યું કે, ખાદી ક્ષેત્રના વિકાસ, વિસ્તાર અને ખાદી કારીગરોના કલ્યાણ અર્થે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સરકાર દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવી છે. છેલ્લાં 9 વર્ષમાં ખાદી દેશમાં આત્મનિર્ભર ભારતનું પ્રતીક બની છે. ખાદી ક્ષેત્ર દ્વારા દેશમાં આજે 5 લાખ કારીગરોને રોજગાર મળે છે, જેમાંથી 80% મહિલાઓ છે. આજે ખાદી માત્ર વસ્ત્ર જ નહિ પણ તે અસ્ત્ર અને શસ્ત્ર પણ બની છે. આજે ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન, ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’ના મંત્ર સાથે ખાદી આજે દેશમાં ફેશન સ્ટેટ્સ બની છે.આ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, સાંસદ કિરીટસિંહ સોલંકી, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના CEO શ્રી વિનીત કુમાર, ધારાસભ્ય સર્વે શ્રી અમિતભાઈ શાહ, હર્ષદભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, ડેપ્યૂટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી સહિત મોટી સંખ્યામાં માટી કળા અને ખાદી-ગ્રામોદ્યોગ સાથે સંકળાયેલા કલાકારો અને કારીગરો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com