બેસ્ટ હોસ્પિટલ એવોર્ડ : ઝાયડસ હોસ્પિટલ્સે સતત પાંચમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું

Spread the love

‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 5 વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર 1 હોસ્પિટલ બની રહી છે.

અમદાવાદ

ઝાયડસ હોસ્પિટલ્સે સતત પાંચમી વખત અમદાવાદની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલનું બિરુદ મેળવ્યું છે. ‘ધ વીક’ના માધ્યમથી અને હંસા રિસર્ચ દ્વારા કરવામાં આવેલ આ સર્વેક્ષણ દ્વારા, છેલ્લા 5 વર્ષથી બેસ્ટ હોસ્પિટલનો એવોર્ડ મેળવનાર ઝાયડસ ગુજરાતની નંબર 1 હોસ્પિટલ બની રહી છે.ઝાયડસ હોસ્પિટલ ગુજરાતમાં અભૂતપૂર્વક કામગીરી સાથે ભારતનાં અને આંતરરાષ્ટ્રીય દર્દીઓની સેવામાં કાર્યરત છે. અદ્યતન સુવિધાઓ સાથે દર્દીને સંપૂર્ણ માર્ગદર્શન અને સચોટ નિદાન વહેલામાં વહેલી તકે મળી રહે તે પ્રકારનાં ઝીણવટ ભર્યા આયોજન સાથે ઝાયડસનું સંચાલન કરવામાં આવે છે.

ઝાયડસ હોસ્પિટલે, રાજ્યની અન્ય ખાનગી હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ હોસ્પિટલ તરીકે તેમની ઓળખાણ સ્થાપિત કરી વિવિધ હેલ્થકેર ફોરમમાં સફળતાનાં નવા શિખરો સર કર્યા છે. જેના કારણે ઝાયડસને અનેક પ્રમાણિત સંસ્થાઓ તરફથી સતત માન્યતા એન્ડ રિવોર્ડ્સ પણ મળી રહ્યા છે.ઝાયડસ હોસ્પિટલ તબીબી ક્ષેત્રે ગુણવત્તાસભર સારવાર માટે પ્રખ્યાત છે; જેમાં ખાસ કરીને રોબોટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ (અંગ પ્રત્યારોપણ), સંપૂર્ણ ગેસ્ટ્રો કેર, ન્યુરોલોજી, કાર્ડીઓલૉજી, ENT જેવા વિભાગોમાં અહીંના કુશળ તજજ્ઞોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. આ સાથે વિશાળ ડાયાલિસિસ યુનિટ અને મોટી સંખ્યામાં બેડની સુપર સ્પેશિયાલિટી ધરાવતી ઝાયડસ હોસ્પિટલમાં ટેકનોલોજી અને નવીનતાનો અનોખો સમન્વય જોવા મળે છે.ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત, ઝાયડસને સફળતાના શિખરે પહોંચાડવામાં સુપર-સ્પેશિયાલિસ્ટ્સની પ્રબળ ટીમ, વિખ્યાત સિનિયર મેડિકલ ઓનકોલૉજિસ્ટ પદ્મશ્રી ર્ડો. પંકજ શાહ, કુશળ પેરા-મેડિકલ અને સહાયક સ્ટાફ સાથે ઝાયડસના અનુભવી અને નિષ્ણાંત ડોકટર્સ, કન્સલ્ટન્ટ્સનો અભૂતપૂર્વક ફાળો રહ્યો છે. સાથે સાથે અસંખ્ય દર્દીઓએ મુકેલા વિશ્વાસના પરિણામે ઝાયડસ હોસ્પિટલે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હંસા રિસર્ચ અને ‘ધ વીક’ના તરફથી આ સન્માન આરોગ્યસંભાળના ક્ષેત્રમાં અગ્રણી તરીકે ઝાયડસ હોસ્પિટલ્સને વધુ આગળ વધવા માટે પ્રેરિત કરે છે, જે તેની ઉચ્ચ ગુણવત્તાસભર તબીબી સંભાળ દર્દીઓ સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.