ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે આત્મહત્યાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકો સામાન્ય બાબતે આત્મહત્યા કરવા લાગ્યા છે. આવામાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં MLA ક્વાર્ટર્સમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. જણાવીએ કે, આ મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકે જે ક્વાર્ટરમાં આત્મહત્યા કરી હતી તે ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમાર ફાળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જીવનને ટુંકા આવનાર યુવક તેના ક્વાર્ટરમાં રહેતા હતો. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે બીમાર હોવાના કારણે યુવકે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.