ડુપ્લીકેટ સેટીંગ ડોટકોમ, ટોલનાકુ ની દોઢ વર્ષમાં કરોડોની કટકી, વાંચો આંકડો

Spread the love

મોરબીનાં વાંકાનેરનાં વઘાસિયાનાં ગેરકાયદેસર ટોલનાકા મુદ્દે અનેક ખુલાસા થવા પામ્યા છે. જેમાં બોગસ ટોલનાકામાં દરરોજ લાખો રૂપિયાની આવક થતી હતી.

દોઢ વર્ષમાં બોગસ ટોલનાકાનાં માલિકને 5 કડોરની આવક થવા પામી હતી. બોગસ ટોલનાકામાંથી દરરોજ હજારો વાહનો અવર જવર કરતા હતા.ફોર વ્હીલનાં 50, ટ્રક અને મોટા વાહનના 200 રૂપિયા વસુલાતા હતા. જયરામ પટેલનાં દીકરા અમરશી પટેલ અને અન્ય લોકો ટોલ ઉઘરાવતા હતા. કરોડોની ઉઘરાણી છતાં વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે.

મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલનાકા અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે નાયબ કલેક્ટર દ્વારા વિવિધ ટીમ બનાવી હિસાબોની તપાસ કરવામાં આવશે. નકલી ટોલનાકાએ કેટલા રૂપિયાની ઉઘરાણી કરી તેને લઇને તપાસ કરવામાં આવશે અત્રે જણાવીએ કે, જે સમગ્ર મામલે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

મોરબીના ગેરકાયદે ટોલનાકા મુદ્દે સિદસર ઉમિયાધામના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જયરામ પટેલએ કહ્યું કે, અમારી ફેક્ટરી ઘણા સમયથી બંધ પડી હતી. ફેક્ટરીને ભાડે આપીને અમે કરાર કર્યો હતો અને ભાડા કરારને પોલીસને આપ્યો છે. પોલીસ સમક્ષ આજે અમે અમારી રજૂઆત મૂકીશું. તેમણે કહ્યું કે, ભાડા કરારમાં ઉઘરાણી અંગેનો કોઈ ઉલ્લેખ નથી તેમજ અમે ફેક્ટરીનો 11 મહિનાનો ભાડા કરાર કર્યો હતો. તેમણે કહ્યું કે, 10 મહિનામાં નોટિસ આપીને ભાડા કરાર રદ કરવા નોટિસ આપી હતી તેમજ અમરશી ભાઈની વ્હાઈટ હાઉસમાં કોઈ ભાગીદારી નથી. ફેક્ટરી માલિક અમરશી પટેલના પિતા છે.

ગેરકાયદે ટોલનાકાની તપાસમાં રાજકોટ, મોરબીના સંબંધિત વિભાગોની કચેરીઓ પાસેથી વિગતો મેળવાશે તેમજ નકલી ટોલનાકા માટે કોઇ સાથે ભાડા કરાર કરેલો છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. અત્રે જણાવીએ કે, વ્હાઇટ હાઉસ સિરામિક કંપનીમાં નકલી ટોલનાકાને લઇ તપાસ કરવામાં આવી રહી છે જેમાં કોઇ સરકારી અધિકારીઓની મિલિભગત છે કે કેમ તે તેમજ રાજકારણીઓ સહિત પોલીસની સંડોવણીની સંભાવનાને લઇ તપાસ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com