ગણતરીના કલાકોમાં અપહરણના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલતી રામોલ પોલીસ : ગુનાહીત કાવતરૂ રચી સુપારી આપનાર તેમજ પૈસા લઈ સુપારી મેળવી અપહરણ કરનાર કુલ્લે ચાર ઈસમો તથા બે મહીલાઓને ગુના મુદ્દામાલ સાથે પકડી પાડયા 

Spread the love

અમદાવાદ

રામોલ પોલીસ સ્ટેશન ખાતે તા:૦૪/૧૨/૨૦૨૩ ના કલાક ૨૦/૩૦ વાગ્યે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૩૧૨૪૯/૨૩ ધી ઈપીકો કલમ ૩૬૫.૪૫૨,૨૯૪(બ), ૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ છે.જેમાં ફરીયાદી શ્રી ભાવેશભાઈ હસમુખભાઈ મીસ્ત્રી ઉવ.૪૨ રહે:એફ/03 શ્રેયા એક્ઝોટીકા આરએએફ કેમ્પ સામે વસ્ત્રાલ રામોલ અમદાવાદ શહેર મુળવતન ગામ ગોઠવા તા:વીસનગર જી-મહેસાણા નાઓની ફરીયાદ ના કામે તા:૦૪/૧૨/૨૦૨૩ ના કલાક ૧૮/૦૦ વાગ્યાના અરસામાં એક અર્ટીગા જેવી ફોર વ્હિલર ગાડી લઈને આવેલ બે અજાણ્યા માણસો તથા એક અજાણી મહીલા જેઓના નામ સરનામાં ખબર નથી જેઓ રામોલ વસ્ત્રાલ આરએએફ કેમ્પ સામે શ્રેયા એકઝોટીકા ખાતે આવેલ ફરીશ્રીના મકાન નં.એફ/03 માં પ્રવેશી ફરીશ્રીના નાના ભાઈ ભાર્ગવ હસમુખભાઈ મીસ્ત્રી ઉવ:૩૨ નાને શર્ટનો કોલર ખેથી ઘરમાંથી બહાર કાઢી જેમફાવે તેમ બીભત્સ ગંદી ગાળો બોલી જબરદસ્તીથી તેઓની સાથે લાવેલ ઉપરોક્ત ફોર વ્હિલર ગાડીમાં બેસાડી ફરીશ્રીના ભાઈનું અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ હોય.જે ગુનાના કામે મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.કમિ. શ્રી આઈ ડીવીઝન સાહેબ નાઓ તરફથી સદર ગુનો શોધી કાઢવા મળેલ સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર શ્રી સી.આર.રાણા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તા:૦૪/૧૨/૨૦૨૩ ના રોજ સર્વેલાન્સ સ્કોડ ઇન્યાજ એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ તથા સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી ગુના વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતા એક અટીંગા ગાડીમાં બે અજાણી મહીલા તથા ત્રણ અજાણ્યા પુરૂષો ફરીશ્રીના ભાઈને ગાડીમાં બેસાડતા દેખાઈ આવેલ જે આધારે અર્ટીગા ગાડીના રૂટ મુજબ સીસીટીવી ફુટેજ ચેક કરી અર્ટીગા ગાડીના આરટીઓ નંબર જીજે.૨૭.ઈએ.૩૦૪૩ ની ઓળખ થયેલ જે નંબર આધારે ગાડી માલીકનું નામ સરનામુ તથા મોબાઈલ નંબર મેળવી મોબાઈલ નંબર આધારે લોકેશન મેળવી સુરેન્દ્રનગર જીલ્લા નુ લોકેશન આવતા સર્વે સ્કોડના સ્ટાફના માણસો દ્વારા સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ જઈ તપાસ કરતા ભોગબનનાર તેમજ આરોપીઓ તથા ગુનામાં વાપરેલ ફોર વ્હિલર ગાડી મળી આવતા તમામને પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીઓ નં.૧ નૈતીક પરેશ માવાણી ઉવ:૩૦ રહે:૧૩૦૧-૧૪૦૧ લા રીગાલીયા એપાર્ટમેન્ટ ગાર્ડન કોર્ટ હોટલ સામે એચડીએફસી બેંકની બાજુમાં મલાડ વેસ્ટ મુંબઈ તથા નં.૨ સ્વાતી વા/ઓ નૈતીક પરેશ માવાણી ઉવ:૩૦ રહે:૧૩૦૧-૧૪૦૧ લા રીગાલીયા એપાર્ટમેન્ટ ગાર્ડન કોર્ટ હોટલ સામે એચડીએફસી બેંકની બાજુમાં મલાડ વેસ્ટ મુંબઈ તથા નં.૩ પ્રીતી વા/ઓ પરેશ અસકલાલ માવાણી ઉવ:૩૦ રહે:૧૩૦૧-૧૪૦૧ લા રીંગાલીયા એપાર્ટમેન્ટ ગાર્ડન કોર્ટ હોટલ સામે એચડીએફસી બેંકની બાજુમાં મલાડ વેસ્ટ મુંબઈ તથા નં.૪ ગુફર ઈસાભાઈ બાબરીયા ઉવ:૩૨ રહે-ન્નુરેમહમદ સોસાયટી જમાતખાના પાસે જુના જંક્શન રોડ સુરેન્દ્રનગર તા.જી.સુરેન્દ્રનગર તથા નં.૫ સાજીદ હનીફભાઈ સોલંકી ઉવ:૩૩ રહે:વિવેકાનંદ-૩ જૂના જંકશન રોડ સુરેન્દ્રનગરતથા નં.5 જીતેન્દ્ર સરતાનજી ઠાકોર ઉવ:૪૦ રહે-એ/૯ ગૌરવ પાર્ક સોસાયટી આદીનાથ નગર રોડ આગમન પાર્ક સોસાયટી ઓઢવ અમદાવાદ શહેર તથા વોન્ટેડ આરોપી નં.૧ ઈકબાલ ઈસાભાઈ બાબરીયા રહે નુરેમહમદસોસાયટી જમાતખાના પાસે જૂના જંક્શન રોડ સુરેન્દ્રનગર તા.જી.સુરેન્દ્રનગર તથા નં.ર અસગર નામનો માણસ રહે ગામ કાજેડા તા:માળીયા જી.મોરબી તથા નં.૩ વિનોદ ઉર્ફે મનોજ ગાયકવાડ રહે નાલાસોપારા મુંબઈના હોવાનું જણાવેલ તેમજ ભોગબનનાર ભાર્ગવ હસમુખભાઈ મીસ્ત્રી ઉવ:૩૪ રહે:જીએફ/03 શ્રેયા એક્ઝોટીકા

આરએએફ કેમ્પ સામે વસ્ત્રાલ રામોલ અમદાવાદ શહેર મૂળવતન ગામ:ગોઠવા તાવીસનગર જી-મહેસાણાનો હોવાનું જણાવેલ અને ભોગબનનાર ને ગુના સંબંધે પુછપરછ કરતા પોતે અગાઉ આરોપી નં.૧ ની મુંબઈ ખાતે આવેલ ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો અને આરોપી નં.૧ નાએ તેઓને મોટા વેપારની લાલચ આપી તેઓનાનામથી જી.એસ.ટી નંબર તથા ડ્રગ્સ લાઈસન્સ મેળવી ફાર્મા ચાલુ કરેલ અને વેપાર ધંધો કરી જી.એસ.ટી ભરેલનહી જેથી ભોગબનનારે પોતાનું એકાઉન્ટ ફ્રીજ કરેલ જેમાં મોટી રકમ જમા હોય જે રકમ આરોપી નં.૧ તથા ૨  પરત માંગતા ભોગબનનારે પહેલા જી.એસ.ટી ભરવાનું કહેલ અને ભોગબનાર મુંબઈથી ગુજરાત આવી ગયેલ જેથી આરોપી નં.૧ થી ૩ નાઓએ પોતાના પૈસા કઢાવવા ગુજરાત ખાતે આવેલ અને આરોપી નં.૪,૫તથા બન્ને વોન્ટેડ આરોપીઓનો સંપર્ક કરી ભોગબનનારને ડરાવી ધમકાવી બેંક ખાતુ અનફીજ કરાવી પૈસા પરત ગયેલ જેથી આરોપી નં.૧ થી ૩ નાઓએ પોતાના પૈસા કઢાવવા ગુજરાત ખાતે આવેલ અને આરોપી નં.૪,૫ તથા બન્ને વોન્ટેડ આરોપીઓનો સંપર્ક કરી ભોગબનનારને ડરાવી ધમકાવી બેંક ખાતુ અનફ્રીજ કરાવી પૈસા પરત અપાવવા રૂપીયા ૧,૫૦,૦૦૦/- ની સુપારી આપી આરોપી નં.૬ ની ગાડી ભાડાથી કરી તમામ આરોપીઓએ

 

ગુનાહીત કાવતરૂ રચી ભોગબનનારના ઘરે જઈ તેનું અપહરણ કરી સુરેન્દ્રનગર ખાતે લાવેલ હોવાની હકીકત જણાવતા ઉપરોક્ત તમામ આરોપીઓ પાસેથી ગુનામાં વાપરેલ ઉપરોક્ત અર્ટીગા ફોર વ્હિલર ગાડી કીમત રૂપીયા ૮,૦૦,૦૦૦/- તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ:૦૭ કીમત રૂપીયા ૧,૯૦,૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૯,૯૦,૦૦૦/- નો મુદ્દામાલ ઉપરોક્ત ગુનાના કામે કબજે કરી પકડાયેલ તમામ આરોપીઓને ગુનાના કામે અટક કરી અપહરનો અનડીટેક્ટ ગુનો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો:

. પોલીસ ઈન્સપેક્ટર સી.આર.રાણા

. એ.એસ.આઈ.હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩

. એ.એસ.આઈ નરેન્દ્ર દાજીરાવ બ.નં.૮૩૭૦

. અ.હે.કો રમેશભાઈ મગનભાઈ બ.નં.૪૮૫૦

. અ.હે.કોન્સ પ્રભાતસંગ દેવુભાઈ બ.નં.૮૮૪૭

. પો.કો સત્યજીતસિંહ નિર્મળસિંહ બ.નં.૫૧૨૭

. પો.કો અજયસિંહ પ્રતાપસિંહ બ.નં.૩૮૩૨

પો.કો પ્રદીપસિંહ ભરતસિંહ બ.નં.૭૦૯૫

. પો.કો ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ બ.નં.૧૦૩૪૧

. પો.કો નિરવભાઈ રાજેશભાઈ બ.નં.૧૨૦૪૫

. પો.કો ધર્મેન્દ્ર ડાહ્યાભાઈ બ.નં.૬૪૬૪

. પો.કો પ્રકાશભાઈ રઘુભાઈ બ.નં.૧૧૬૩૨

. વુ.લોકરક્ષક વીરલબેન દામજીભાઈ બ.નં.૧૩૯૧૪

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com