રવિતેજા વાસમશેટ્ટીનો આદેશ, નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાં જ્યાં દેખાય ત્યાં પકડો અને કાર્યવાહી કરો

Spread the love

ગાંધીનગર જિલ્લામાં ચેઈન સ્નેચિંગ, વાહનચોરી અને માર્ગ અકસ્માતના બનાવ ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ કમર કસી છે. ટ્રાફિકના દંડથી બચવા માટે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાં કે તેને તોડી નાખવાનું વલણ ખાસ કરીને યુવા વર્ગમાં વધુ જોવા મળે છે. આવા લોકોએ સાવચેત થઈ જવાની જરૂર છે. કારણ કે, વાહનચોરી સહિતના ગુનામાં નંબર પ્લેટ વગરના કે તૂટેલી નંબર પ્લેટવાળા વાહનોનો ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. તેથી આવા વાહનનો સામે ડીટેઈન સુધીની કાર્યવાહી હાથ ધરવા માટે સમગ્ર જિલ્લાની પોલીસને સૂચના આપવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમશેટ્ટીના અધ્યક્ષપદે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં જિલ્લાના તમામ 13 પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા. ચેઈન સ્નેચિંગ સહિતના ગુનાઓમાં વાહનોનો ઉપયોગ થતો હોય છે અને સામાન્ય રીતે ગુનેગારો દ્વારા તૂટેલી, ફેન્સી કે નંબર પ્લેટ વગરના વાહનો જ પસંદ કરવામાં આવે છે. તેથી ગુનાખોરી ડામવા માટે આ પ્રકારના વાહનો પર અંકુશ મેળવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

વધુમાં નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી હાથ ધરવાની જવાબદારી માત્ર ટ્રાફિક પોલીસ પૂરતી મર્યાદિત રાખવાના બદલે તમામ પોલીસ મથકને સાબદાં થવા સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી સમયમાં આવા વાહનો સામે ડીટેઈન સુધીની કાર્યવાહી થઈ શકે છે. માર્ગ અકસ્માતોના બનાવ કે વાહનચોરીના બનાવ સૌથી વધુ નોંધાતા હોય તેવા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનો નિર્ણય જિલ્લા પોલીસ વડાએ લીધો છે.

તદુપરાંત ગુનાખોરી અને વાહનચોરી વધારે જણાય તેવા શહેરના મહત્ત્વના જાહેર સ્થળોએ સીસીટીવી મૂકવામાં આવશે. પોલીસે પાછલા ત્રણ મહિનામાં થયેલી ગુનાખોરી અને માર્ગ અકસ્માતની વિગતો એકત્ર કરી છે અને તેના આધારે સીસીટીવી મૂકવાના સ્થળ પસંદ કરવામાં આવશે. પોલીસની કાર્યવાહીના પગલે નાગરિકોમાં ગભરાટ ન ફેલાય તે માટે નાગરિકોમાં જાગૃતિ વધારવા રવિતેજા વાસમશેટ્ટીએ તાબાનાં અધિકારીઓને સૂચના આપી છે. આ સાથે તેમણે શહેરમાં સર્કલ આસપાસ સહીતના સ્થળોએ આડેધડ વાહન ઊભા રાખવાની માનસિકતા દૂર કરવાની પ્રાથમિકતા પર ભાર મૂકી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com