અમદાવાદ શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકે હિંમતસિંહ પટેલ જાહેર થતાં રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરોએ ભારે ઉત્સાહ સાથે કર્યું ભવ્ય સ્વાગત
• કોંગ્રેસ પક્ષની ચૂંટણી સમિતિ અને રાજકીય બાબતોની સમિતિમાં વરિષ્ઠ આગેવાનો સાથે યુવા સાથીઓનો સમાવેશ
અમદાવાદ
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મંજૂરીથી ગુજરાતના ૧૦ શહેર-જીલ્લાના કોંગ્રેસ પક્ષના સંગઠન પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિમાં ૪૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ નેતાઓ, વરિષ્ઠ આગેવાનો, અનુભવી અને સાથે યુવા આગેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.શહેર – જિલ્લાના નવનિયુક્ત પ્રમુખશ્રીઓને અભિનંદન પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંગઠનમાં સમયાંતરે બદલાવ એ વ્યવસ્થાનો ભાગ છે. જે શહેર જિલ્લામાં અગાઉ જેમની જવાબદારી હતી તેની કોંગ્રેસ પક્ષ સાદર નોંધ લે છે અને ભવિષ્યમાં તેમની કામગીરીના મૂલ્યાંકન આધારે પક્ષ તરફથી યોગ્ય જવાબદારી સોંપવામાં આવશે.શહેર – જિલ્લા કોંગ્રેસમાં ચાર પૂર્વ ધારાસભ્યશ્રી, પૂર્વ મેયર તથા પક્ષના સ્થાનિક કક્ષાએ જે વિવિધ તબક્કે કામગીરી કરતા હતા તેઓને જવાબદારી સોંપાઈ છે. નવનિયુક્ત શહેર – જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રીઓ સંગઠનને મજબૂત અને અસરકારક બનાવવા ફરજ નિભાવશે તેવી આશા વ્યક્ત કરું છું.
અમદાવાદ શહેર – હિંમતસિંહ પટેલ (પૂર્વ ધારાસભ્ય બાપુનગર)
રાજકોટ જિલ્લા – લલીતભાઈ વસોયા (પૂર્વ ધારાસભ્ય ધોરાજી)
જુનાગઢ જિલ્લા – ભરતભાઈ જે. અમીપરા
અમરેલી જિલ્લા – પ્રતાપભાઈ દુધાત (પૂર્વ ધારાસભ્ય સાવરકુંડલા)
પંચમહાલ જિલ્લા – ચેતનસિંહ પરમાર
ખેડા જિલ્લા – ચન્દ્રશેખર ડાભી
આણંદ જિલ્લા – વિનુભાઈ કે. સોલંકી
વડોદરા જિલ્લા – જશપાલસિંહ પઢીયાર (પૂર્વ ધારાસભ્ય પાદરા)
નર્મદા જિલ્લા – પ્રફુલભાઈ પટેલ
ડાંગ જિલ્લા – મુકેશભાઈ પટેલ