સાંસદશ્રીઓ, ધરાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતમાં પ્રમુખશ્રીઓ તેમજ કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની ઉપસ્થિતિ
અમદાવાદ
અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીશ્રીએ વિવિધ યોજનાઓમાં સેચ્યુરેશન અચૂક પ્રાપ્ત કરવા પર ભાર મુક્યો. સાથોસાથ ગરીબો, વંચિતો અને ખેડૂતોને યોજનાનો લાભ આપવા સહિતની બાબતો પર સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત મંત્રીશ્રીએ સાંસદશ્રીઓ, ધરાસભ્યશ્રીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યશ્રીઓનો અભિપ્રાય જાણ્યો હતો.
બેઠકમાં ઉપસ્થિત કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી તેમના વિભાગની યોજનાની અમલવારી વિષયક માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના આઠ તાલુકાના વિવિધ ગામોમાં હાલ રથો ફરી રહ્યા છે. જ્યારે આગામી ૧૯ ડિસેમ્બરથી બાવળા તાલુકામાં રથ કાર્યરત થઈ જશે. આજની બેઠકમાં સાંસદ શ્રી હસમુખ પટેલ, ડૉ. કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વશ્રીઓ બાબુભાઇ જમનાદાસ પટેલ, કિરિટસિંહ ડાભી, કાળુભાઈ ડાભી તથા અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.