વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે : ઉમેદવાર આપવામાં અમે થાપ થાઈ ગયા માંફી માંગીએ છીએઃ ઈસુદાન ગઢવી

Spread the love

અમદાવાદ

આજે જૂનાગઢના વિસાવદર મતવિસ્તારથી આમ આદમી પાર્ટીની ટિકિટ પર 2022ની ચૂંટણીમાં જીત હાંસલ કરીને ધારાસભ્ય બનનાર ભૂપત ભાયાણીએ વિધાનસભાના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં તેમણે આમ આદમી પાર્ટી સાથે પણ પોતાનો છેડો ફાટીને આપમાંથી પણ રાજીનામું આપી દીધું છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે,જો ભાજપ 156માં કામ નથી કરી શકતી. ધારાસભ્ય નકલી, નેતા નકલી, ધારાસભ્યોના પીએ નકલી. જૂરુ નકલી. ભાજપ નકલી વેળાબંધ નથી કરી શકતી. ભાજપ અમારી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. વિપક્ષને ખતમ કરવાનો ભાજપે કારસો રચ્યો છે. પાંચેય ધારાસભ્યો પર ભાજપના જોડાવવા માટે દબાણ થતું હતું. ઉમેદવાર આપવામાં આમે થાપ ખાઈ ગયા એના માટે અમે વિસાવદરની જનતાની માંફી માંગીએ છીએ. આમ આદમી પાર્ટીને 41 લાખ લોકોએ મતદાન આપ્યાં છે. 2027માં ગુજરાતમાં સરકાર આમ આદમીની હશે. ચૂંટણી પછી પણ ભાજપ વાળા ભૂપત ભાયાણીને ઉપાડી ગયા હતાં. ત્યારે મેળ ના પડ્યો.

ગોપાલ ઇટાલીયાએ ભૂપત ભાયાણીને લલ્લું-પંજ્જુ કહ્યાં

ગુજરાત આપના પૂર્વ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદમાં ભૂપત ભાયાણીને લલ્લું-પંજ્જુ કહ્યાં. એટલું જ નહીં તેમણે એમને નામર્દ પણ કહ્યાં.હું વિસાવદરની જનતાની માંફી માંગુ છું.કિતના ભી તુમ ગલે લગાલો, કિતની ભી તુમ રખલો યારી, વો લોગ બદલ નહીં સકતે, જીનકી ફિતરતમેં હૈ ગદ્દારી.

ભુપતભાઈએ વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો : ડો. મનીષ દોશી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો. મનીષ દોશી એ જણાવ્યું હતું કે વિસાવદર ના ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપમાં જ હતા અને ટિકિટ ના મળી તેથી આપ પાર્ટીમાંથી લડ્યા હવે તેઓ પાછા ઘર વાપસી કરશે. વિસાવદર ની જનતાએ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો પણ જનતા સાથે તેમને વિશ્વાસઘાત કર્યો. ભાજપા જે નીતિ અખત્યાર કરે છે તે હાઇવે અને માય વે ની વાત હોય છે. ભાજપા તોડજોડની નીતિ અપનાવે છે. ભાજપમાં જે કાર્યકરો 30 વર્ષથી કામ કરી રહ્યા છે તેને એ જ સ્થિતિમાં રહેવા દેવાના એટલે પાયાના કાર્યકર્તા પણ અવગણનાની લાગણી અનુભવી રહ્યો છે. ભાજપ સત્તાના જોરે જનતા સાથે સતત અન્યાય કરી રહી છે.

AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું છે અને તેમનું વિધાનસભા અધ્યક્ષે રાજીનામું મંજૂર કર્યું છે. જે સાથે જ ભાયાણીએ કહ્યું કે, AAPમાં યોગ્ય પ્લેટફોર્મ ન અપાયું. સમયાંતરે રાજકીય નિર્ણય લેવા પડતા હોય છે. મેં આપમાંથી પણ રાજીનામું આપ્યું છે. હું ભાજપનો જ કાર્યકર્તા હતો અને સસ્પેન્ડ કર્યો હતો તે બંધારણીય પદ પરથી કર્યો હતો.ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીના રાજીનામાથી ગુજરાત વિધાનસભા ખંડિત થશે. જેમાં વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા 181 રહેશે. તેમજ વિધાનસભા ચૂંટણીમાં AAPના 5 ઉમેદવાર ચૂંટાયા હતા. જેમાંથી ભૂપત ભાયાણીના રાજીનામા બાદ AAPના 4 ધારાસભ્ય રહેશે. આ તરફ વિસાવદર બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com