વિકસિત ગુજરાત પ્રગતિની વધુ એક મોટી હરણફાળ ભરવા જઈ રહ્યું છે. આવતીકાલે 17મી ડિસેમ્બરે હીરાનગરી સુરતમાં હીરાના વિશ્વના સૌથી મોટા ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સનું વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થશે.અત્યારસુધી સુરતમાં માત્ર રફ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ થતું હતું, પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બનશે. 1.48 લાખ ચોરસમીટરમાં 2500 કરોડના ખર્ચે તૈયાર થનારા ડાયમંડ બુર્સમાં વર્ષે 2 લાખ કરોડ કરતાં વધુનો હીરાનો વેપાર થશે અને વિશ્વના 175 કરતાં વધુ દેશના બાયર્સ આવશે.