પશુપાલન બચાવો સમિતિનાં પ્રમુખ નાગજી દેસાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની લેખિતમાં પત્ર લખી રજુઆત કરી
અમદાવાદ
પશુપાલન બચાવો સમિતિનાં પ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત પશુપાલકો આપને લેખિતમાં રજુઆત કરીએ છે કે તમારી ગુજરાત સરકારની બે ધારી નીતિ સમગ્ર પાશુપાલકો જાણી ગયા છે, પશુપાલકો આપની સરકારમાં દિનપ્રતિદિન બેરોજગાર બની રહ્યા છે, અઢળક ગાયો મોતને ભેટી રહી છે તેની સામે તમારી રહેમ નજર હેઠળ બે પગવાળા આખલા ગૌચરોની જમીન ચરીને મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ લીલાલહેરમાં છે, ગાયોનું પાપ કરીને મેળવેલી ઉદ્યોગપતિઓએ મેળવેલી ખુરશી તેમજ ગાયોના નામે લીધેલા મતોનો હિસાબ ભગવાન ચોક્કસ કરશે.તમારી સરકારમાં ૧૫૬ નગરપાલિકા અને ૮ મહાનગર પાલિકામાં પોતાના ઘર કે વરંડામાં પશુ રાખીને ગુજરાન અથવા પોતાના પરિવાર માટે પશુ ના રાખી શકે તેની જોડે પોતાના ઘરનું ટેક્ષબીલ, લાઈટબીલ હોવા છતાં પશુ લાઈસન્સ આપના દ્વારા આપવામાં આવતું નથી. ટેક્ષબીલ, લાઈટબીલ ફક્ત દુધવાળાને જ લાઈસન્સ ન મળે બાકી તમામ વહેપારી વર્ગને કોઈપણ ધંધો રોજગાર કરવો હોય તો પોતાના ટેક્ષબીલ, લાઈટબીલનાં આધારે કરી શકે તેવી બે ધારી નીતિ તમારી ખુલ્લી પડી ગઈ છે.હાલનાં તબક્કે પશુપાલકો દ્વારા ગુજરાત સરકાર સામે નાના-મોટા આંદોલન રૂપી કાર્યક્રમો ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં અતિભારે મહારેલી તેમજ અસંખ્ય પશુપાલકો તમારા દ્વારે બેધારી નીતિ ખુલ્લી પાડવા પહોંચશે.