થર્ટી ફર્સ્ટ આવે છે, અને દારૂ પણ,…gj-18 માંથી 288 બોટલ મળી

Spread the love

ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટનો ઘેરો તોડીને હિંમતનગર ચીલોડા હાઇવે ઉપર બે અલગ અલગ કારમાં ભાગેલા બુટલેગરોને ચીલોડા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આયોજનપૂર્વક આગળ પાછળથી કોર્ડન કરી ધણપ રોડ ઉપર આંતરી લઈ વિદેશી દારૂની 288 બોટલો સાથે કુલ રૂ. 10 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરનાં ચીલોડા હિંમતનગર હાઈવે રોડ બુટલેગરો માટે આશીર્વાદરૂપ હોય એમ છાસવારે દારૂનો જથ્થો વાહનોમાંથી ઝડપાતો રહેતો હોય છે. ત્યારે ચીલોડા પોલીસ દ્વારા ચંદ્રાલા નાકા પોઈન્ટ ઉપર હિંમતનગર તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. એ દરમ્યાન પીઆઈ એન્ડરસન અસારીને બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી આવતી એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની વર્ના ગાડી તથા સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.

જે બાતમીનાં પગલે પોલીસ કાફલાએ હિંમતનગર હાઇવે રોડ ઉપર છૂટા છવાયા વોચ ગોઠવી દીધી હતી. એ દરમ્યાન બાતમી મુજબની ગાડીઓને ઈશારો કરીને રોકાઈ જવાની સુચના આપવામા આવી હતી. જો કે કારમાં સવાર બુટલેગરોએ પોલીસનો ઘેરો તોડીને હાઇવે ઉપર ભાગ્યા હતા. આથી અગાઉથી તૈયારી સાથે ઉભેલી પોલીસની ટીમોએ બંને ગાડીઓનો ગીયોડ ગામ પાટીયાથી ગીયોડ ગામ તરફ જતાં ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો.

તેમ છતાં બંને ગાડીઓ ઉભી નહીં રહેતા પોલીસ કાફલાએ ધણપ પાટીયા તરફ હાઇવે રોડ ઉપર પીછો કરે રાખ્યો હતો. બાદમાં પોલીસનાં બે વાહનોએ આયોજન પૂર્વક બુટલેગરોની ગાડીને ઓવરટેક હતી. અને પાછળ સરકારી ગાડી હંકારી મુકી હતી. આમ ફિલ્મી ઢબે રોડ ઉપર આગળ પાછળથી બંને ગાડીને બ્લોક કરીને આંતરી લેવામાં આવી હતી. જેમાં મોટાપાયે દારૃનો જથ્થો ભરેલો હતો.

બાદમાં પોલીસ બુટલેગરો સાથે બંને ગાડીઓને પોલીસ મથકે લઈ ગઈ હતી. અને બંને કારની જીણવટપૂર્વક તલાશી લેતાં અંદરથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 288 બોટલો મળી આવી હતી. આ અંગે પીઆઈ અસારીએ કહ્યું હતું કે, યશ કિરણભાઈ પટેલ(રહે.મ.નં.61 સ્વપ્ન સૃષ્ટિ બંગલોઝ હરિદર્શન ચાર રસ્તા પાસે નવા નરોડા, મુળ રહે.મુ,બદામકંપા પોસ્ટ હરસોલ તા. તલોદ) તેમજ સ્વસ્તિક રણજીતજી ઠાકોરને (રહે.મોટો ઠાકોર વાસ લપકામણ ગામ તા.દસ્કોઈ) અલગ અલગ કારમાં વિદેશી દારૂનો જથ્થો કુલદીપસિંહ અશ્વિનસિંહ યાદવે (રહે. અરિહંત સોસાયટી, આર.સી જાની ક્લાસ પાસે, નરોડા) ભરી આપ્યો હતો. જેને લઈને બંને ઈસમો નાના ચીલોડા વિસ્તારમાં જવાના હતા. એ પહેલાં જ બંન્નેને કાર સાથે આંતરી લઈ વિદેશી દારૃની 288 બોટલો, મોબાઈલ ફોન – 3 સહિત કુલ રૂ. 10 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com