શહેરમાં નશાબંધી,જુગાર,ચોરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી , વાહન અકસ્માત ,આત્મહત્યાના બનાવો

Spread the love

અમદાવાદ

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૯ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૯૩૭ લીટર દેશી દારૂ, ૩૨૩ બોટલ ઈંગ્લીશ દારૂ, ૨૧૨ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૫૯ બિયર ટીન, ર રીક્ષા અને ૧ મોટર સાયકલ કબજે કર્યું હતુ. તેમજ જુગાર ધારા હેઠળ ૪ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૬,૧૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ ૧૧૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી

સાયબર ક્રાઇમઃવિશ્વાસઘાત અને છેતરપીંડી

ફાલ્ગુનીબહેન વા/ઓ કમલેશભાઇ શાહ (ઉ.વ.૫૯) (રહે.સૃહદ એપાર્ટમેન્ટ, કૈલાશનગર સોસાયટી, નવરંગપુરા) એ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૧૨/૨૦૨૩ ના કલાક ૧૧/૩૦ થી કલાક ૧૧/૫૫ વાગ્યા દરમ્યાન મોબાઈલ નંબર ૯૫૫૦૪૨૧૫૭૭ ઉપર થી વાત કરનાર અજાણી વ્યક્તિ એ પોતાની ઓળખ એકસિસ બેંકના અધિકારી તરીકે આપી, ફાલ્ગુનીબહેનના મોબાઇલ ઉપર વોટસઅપ કોલ કરી, ખોટા ટ્રાંજેકશનો રોકવા સારુ વાતચીત કરી વિશ્વાસમાં લઈ ફાલ્ગુનીબહેન પાસેથી ઓટીપી મેળવી લઇ, ફાલ્ગુનીબહેનના એકાઉન્ટમાંથી ત્રણ ટ્રાન્ઝેકશન દ્વારા કુલ રૂપિયા ૭,૫૫,૦૭૦/- વીડ્રો કરી લઇ, ફાલ્ગુનીબહેન સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ. બી.કે.ભારાઈ ચલાવે છે.

સોલા હાઇકોર્ટમાં ચોરી

નિશાંતભાઈ રમણીકભાઈ ડોડિયા (ઉ.વ.૨૭) (રહે, નર્મદનગર સોસાયટી વિભાગ- ૦૧, સ્વાગત હોલની બાજુમા, રાણીપ) એ તા.૧૬/૧૨/૨૦૨૩ ના રોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૯/૧૨/૨૦૨૩ રાતના ૧૦/૦૦ થી તા.૧૦/૧૨/૨૦૨૩ કલાક ૧/૩૦ વાગ્યા દરમ્યાન એસ.જી.હાઇવે ગોતા બ્રિજ પાસે વિશાલ એન્ટરપ્રાઇઝ આગળ પાર્ક કરેલ કારનો દરવાજો ખોલી, અજાણી વ્યક્તિ કારમાંથી આઈ.સી.આઈ.સી.આઈ.બેંકનુ ક્રેડીટ કાર્ડ તથા ફેડરેલ બેંકનુ ક્રેડીટ કાર્ડ ચોરી કરી લઇ જઇ, આઈ.સી.આઈ.સી.આઈ.બેંકના ક્રેડીટમાંથી વાઈ- ફાઈ મારફતે અલગ-અલગ જગ્યાએથી કુલ રૂપિયા ૭૪,૧૯૬/- ટ્રાન્ઝેકશન કરી લીધુ હતુ. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.આર.પટેલ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ

“એસ.જી.૦૧ ટ્રાફીક પોલીસ સ્ટેશન: અભયભાઈ પરમાનંદ હરપલાની (ઉ.વ.૧૭)(રહે.શાંતિગ્રામ અદાણી, ગાંધીનગર) તા.૧૬/૧૨/૨૦૨૩ કલાક ૧/૩૦ વાગ્યાના સુમારે એસ.જી.હાઇવે શેલ પેટ્રોલપંપ સામે એક્ટીવા ચલાવી પસાર થઇ રહ્યા હતા ત્યારે ટ્રેલર નંબર જીજે.૧૨.બીવી.૬૩૯૫ના ચાલકે ટ્રેલર પુરઝડપે અને બેદરકારીથી ચલાવી અભયભાઇના એક્ટીવાને ટક્કર મારતા અભયભાઇને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે તેમને સિવીલ હોસ્પીટલ ખાતે લઇ જતા ફરજ પરના ડો. એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની ફરીયાદ મૃત્યુ પામનાર અભયભાઈના પિતા પરમાનંદ હરપલાની એ “એસ.જી.૦૧ ટ્રાફીક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ. એ.એસ.પટેલ ચલાવે છે.

ચાંદખેડા અને કૃષ્ણનગરમાં આત્મહત્યા

જયેશ જગદિશભાઈ ઓડ (ઉ.વ.૨૪)(રહે.ઓડવાસ લક્ષ્મીનગર નર્સરી વિસત ચાંદખેડા)

એ અગમ્ય કારણસર તા.૧૬/૧૨/૨૦૨૩ બપોરના ૧/૦૦ થી ૧/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે પંખા સાથે ઓઢણુ બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ભગીરથસિંહ અનોપસિહ ચલાવે છે.

મનુભાઇ સોમાભાઇ સોલંકી (ઉ.વ.૪૦) (રહે.શક્તિયોક ધનુર્ધારી સોસાયટી ફદેલીજી.ડી.ચાર રસ્તા સૈજપુર બોઘા) અગમ્ય કારણસર તા.૧૬/૧૨/૨૦૨૩ સવારના ૮/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતમોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી કમલેશકુમાર જગદીશપ્રસાદ ચલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com