પાટણમાં આજે ફુલ સ્પીડમાં આવતા એક ડમ્પરચાલકે બે યુવતીઓને ટક્કર મારી અકસ્માત સર્જ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું છે અને બીજી યુવતી ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, આ મામા-ફઈની બહેનો સિદ્ધપુર ચોકડી પાસે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે ડમ્પરચાલકે તેમને અડફેટે લીધી હતી.આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, આજે સવારે સિદ્ધપુર ચોકડી પાસે ખાનપુરડા ગામની બે બહેનો પ્રાઇવેટ વાહનમાં આવી હતી. આ પછી નવા બસ સ્ટેન્ડ તરફ જઈ રહી હતી. આ દરમિાન રસ્તો ક્રોસ કરતી વખતે બેફામ સ્પીડમાં આવતા ડમ્પરચાલકે તેમને ટક્કર મારી હહતી. જેમાં એક યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું અને એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.