અમદાવાદમાં જ્યાં પાંજરાપોળો બનાવવામાં આવી છે,ત્યાં અનેક ગાયોના મૃત્યુના સમાચારથી અને જીવદયા પ્રેમીઓએ તંત્ર સામે હોહા મચાવી છે, ત્યારે નાગરીક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાળા દ્વારા ગાયોને ઘાસચારો, ખાણ, પશુ ડોક્રની સુવિધા ત્વરીત કરવાની જરૂરી છે, ત્યારે જે ગાયો રાખવામાં આવી છે, તે ક્ષમતા કરતાં પણ વધારે ઠાંસી ઠાંસીને ભરવામાં આવી છે, ગાયોને ઘાસચારો પણ સમયસર મળવા નથી પામતો, ત્યારે ગુ. હાઇકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરને અંકુશમાં રાખવા હુકમ કર્યા છે, તે અંગેનો કાયદો, પણ આવકાર્યો છે, ત્યારે ગાયોને પાંજરામાં પૂરીને તેને ભૂખ અને બિમારીના કારણએ મૃત્યુ પામ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે,
ગાયો ક્ષમતા કરતાં વધારે પકડીને પાંજરાપોળોમાં મૂકતા ત્યા ંપણ દયનીય સ્થઇતિ બની છે, પાંજરાપોળમાં અનેક ગાયોના મૃત્યુ થયા હોવાનું રટણ સામે આવ્યું છે, ત્યારે જે ઢોરો અંકુશમાં રાખવા પાંજરાપોળમાં પૂર્યા હોય અને આકસ્મીત મૃત્યુ થાય તો આર્થિક મદદ અથવા ગાય, પશુ ખરીદવા વળતર આપવામાં આવે, ગાયો પકડાયા બાદ તેને દોહવામાં ન આવતાં મૃત્યુ પામે છે, ૧ હજાર ગાયો હોય અને ગાયો રાખવવા સ્ટાફ પણ મોટી સંખ્યામાં જાેઇએ, જેના કારણએ ઝેર ચઢી જતાં પણ મૃત્યુ પામી રહી છે, ગાયો વેચી દેવાના કિસ્સા પણ સામે આવ્યા છે,ત્યારે આ પ્રશ્ને ઘટતું કરવા મુખ્યમંત્રી તથા અમદાવાદ કમિશ્નર મનપાને પણ પત્ર પાઠવીને માંગ કરવામાં આવી છે,
——————
ક્ષમતા કરતાં વધારે ઢોરોને પાંજરા પોળમાં રાખતા અને સુવિધા ના નામે મીડું જેવો ઘાટ છે, ઢોર પાંજરાપોળમાં મૃત્યુ પામે તો માલિકને વળતર અથવા ગાય આપવામાં આવે,