અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષયંત્રનો ખુલાસો થયા પછી ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો. માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઈટને રોકીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા. ત્યારે 21 જેટલા ગુજરાતી મુસાફરોના નામ સામે આવ્યા છે. આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી છે. કબૂતરબાજી અને એજન્ટને લઇને CID ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેકેટની તપાસ માટે 4 ટીમો બનાવી છે. તપાસમાં 4 DySPની 16 પોલીસ અધિકારીઓની ટીમ તપાસમાં જોડાઈ છે. ભોગ બનનારના પરિવારના નિવેદનો લઈને CID ક્રાઇમ તપાસ શરૂ કરી છે. એજન્ટો કેટલા પૈસા લીધા, શું વાયદા કર્યા… અને ત્યાં ગયેલા લોકોની સ્થિતિની તપાસ શરૂ કરી છે.
કબૂતરબાજી મામલે સીઆઇડી ક્રાઈમના એસપી સંજય ખરાટે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મીડિયા અને બીજા સોર્સીસથી અમને ખબર પડી હતી કે, એક પ્લેન ફ્રાન્સમાં ડિટેન કરવામાં આવ્યું હતું. જેમાં ભારત દેશના અમુક નાગરિકો, મુખ્ય પંજાબ અને ગુજરાતીઓ ત્યાં ડિટેન કરવામાં આવ્યા હતા. આ માહિતી બાદ DGPની સૂચનાથી તાત્કાલિક CID ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આમાં ગુજરાતના કેટલા ભોગ બનનાર લોકો છે. તો આજે સવારે લોકો મુંબઈ સુધી પરત ફર્યા છે. આમાં અમુક ગુજરાતી લોકો પણ પરત આવ્યા છે. અને આ લોકોની જે માહિતી તે આધારે ગુજરાત CID ક્રાઇમના અલગ અલગ યુનિટો છે તે લોકો પાસેથી માહિતી મેળવીને આ સમગ્ર કૌંભાડમાં વિવિધ પ્રોમિસિસ આપીને ગુજરાતના નાગરિકોને UAS અને તે સિવાયના અન્ય દેશોમાં મોકલવામાં આવે છે.
તેમના ઉપર CID ક્રાઈમ કાર્યવાહી કરવા માગે છે. તેના ભાગ રૂપે અમે અલગ અલગ 4 ટીમ બનાવી છે. આ લોકોની મૂળ વિસ્તારની હાલ સુધી માહિતી મળે છે. તેમાં મુખ્યત્વે ઉતર ગુજરાતના બનાસકાઠાં, પાટણ, મહેસાણા જિલ્લો છે, તેમજ આણંદ જિલ્લો છે ત્યાંના લોકોનું મોટા પ્રમાણમાં સમાવેશ છે. તે સિવાય ભારતમાંથી અલગ અલગ જગ્યાના લોકોનો ભોગ બનનાર તરીકે છે. તે લોકો હાલ મુંબઈ છે. ગુજરાત પોલીસની ટીમ તેમના સંપર્કમાં પણ છે. અને તે લોકોના આવ્યા બાદ આપણે ફરીથી તેમની સાથે સંકલન કરીને એજન્સી અથવા એજન્ટ મારફત ક્યાં ડોક્યુમેન્ટ અને ક્યા પ્રોમિસિસના આધારે જવાના પ્રયાસ કરતા હતા. ભૂતકાળ એવા કેટલા લોકો ગયા છે. ભવિષ્યમાં કેટલા લોકો જવા માટે લાઈનમાં છે અથવા તો પ્રોસેસ કરી રહ્યા છે. તે વસ્તુની આપણે ઉંડાણપૂર્વક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમારી ગુજરાત પોલીસ બ્યુરો ઇમિગ્રેશન અને ભારત સરકારની એજન્સી સાથે સંકળાયેલી છે. તેમની સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. તમે જાણો છો કે દોઢ-બે દિવસમાં આ લોકોનું વિમાન પુરતા માણસો સાથે મુંબઇ આવેલું છે. એટલે મારું માનવું છે કે, આમાં ભારત સરકાર પણ મોટા પ્રમાણમાં પ્રયત્નશીલ રહી હશે અને તે જ રીતે ગુજરાત પોલીસ અહીંના જે નાગરિક છે તેને આપણે ભોગ બનનાર તરીકે જ ગણીએ છીએ. તો એના માટે પણ આપણે પ્રયત્નશીલ છીએ. હાલ સુધીની તપાસમાં અમારી પાસે જે રો માહિતી છે તે માહિતી તો છે પરંતુ જ્યાં સુધી આપણે ઊંડાણપૂર્વક તપાસમાં ભોગ બનનારની વન ટુ વન વ્યવસ્થિત તપાસ નહીં કરી શકીએ ત્યાં સુધી ગુજરાત અથવા સાઉથ ઇન્ડિયાના છે. નોર્થ ગુજરાતના છે. પંજાબના ઘણા બધા લોકો પકડાયેલા છે. તો એ ક્યાંકને ક્યાં એકબીજા સાથે સંકળાયેલી એજન્સી છે. ગામડામાં, તાલુકામાં, નાના વિસ્તારમાં અમુક એજન્ટો કામ કરતા હશે. તે નાના જિલ્લામાંથી લઈને અમુક જગ્યા સુધી જ કામ કરે છે. ત્યારબાદ ઇન્ટરનેશનલમાં બીજા માણસોની કામગીરી છે. તેની પણ ટૂંક સમયમાં ગુજરાત પોલીસ તરફથી સ્પષ્ટ ચિત્ર ઊભું કરવામાં આવશે.
દરેક કેસ વાઈસ અલગ અલગ માહિતી છે. ઘણી બધી માહિતી અથવા ઘણી બધી સામગ્રી કબજામાં લેવામાં આવી છે. અમે કોઈપણ પુરાવા છોડવા માગતા નથી. જેમાં કમ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. 10 અને 12માંનું સર્ટિફિકેટ, કેટલાક બેન્ક સ્ટેટમેન્ટ છે. તો ઘણી બધી માહિતી FSL ખાતે મોકલી છે. FSLથી પરત આવી છે. ઘણી બધી પ્રોસેસમાં જાતે એનાલિસિસ કર્યું છે. મોટા પ્રમાણમાં ડેટા કબજે લીધેલા છે. આ સિવાય વિસ્તારની, રાજ્યની અને દેશની એજ્યુકેશન સંસ્થાઓ દેશના અને રાજ્યની તેની સાથે પણ છેતરપિંડી કરી ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવ્યા છે. હાલના સંજોગોમાં અલગ અલગ જગ્યાએ પર્સનલી જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ કરવામાં આવે છે કે આ તમારી યુનિવર્સિટી તરફથી આ તમારૂં સર્ટિફિકેટ છે કે કેમ? જો તે લોકો કન્ફર્મ કરે કે આ સર્ટિફિકેટ અમારી સંસ્થા દ્વારા આપવામાં આવ્યું નથી. તો બેઝિકલી બોગસ ડોક્યુમેન્ટ બનાવેલા છે. તો બોર્ડ અને ગવર્મેન્ટ સાથે છેતરપિંડી છે. કોઈ શૈક્ષિણક સંસ્થાની સંડોવણી મામલે જણાવ્યું હતું કે, આ મામલે અમે તપાસ કરીએ છીએ. શૈક્ષિણક સંસ્થા જ નહીં પરંતુ આમાં કેટલાક લોકો હોઈ શકે છે.
તેમાં એમ.ઓ તરીકે નોર્મલી એક અલગ અલગ પ્રકારના કેસો છે. અમુક કેસોમાં દસ નાપાસ બાળક છે જે વિદેશ જવા માગે છે અથવા નથી જવા માગતો અને એજન્ટ તરફથી એવું પ્રોમિસ કરવામાં આવે છે કે, તમે ચિંતા ના કરતા તમારા બાળકનું થઈ જશે. પછી તેના કમ્પ્લેટ ખોટા કાગળો બનાવવામાં આવે છે. બારમાનું સર્ટિફિકેટ છે, કોલેજનું સર્ટિફિકેટ છે પછી બીજી કઇ જગ્યાએ એક્સપિરિયન્સ ધરાવે છે તે સર્ટિફિકેટ છે. અમુક PRના અથવા તો સ્ટુડન્ટ વિઝાના પર્સન્ટેજ વધારીને આપવામાં આવે છે ફ્રોડ ડોક્યુમેન્ટને લીધે. તે માત્ર ભોગ બનનાર વ્યક્તિ સાથે જ નહીં પરંતુ તે વિસ્તારની, રાજ્યની અને દેશની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ છે, નામચીન બિઝનેસ હાઉસીસ છે અથવા બેંક છે, ફોરેનની જે યુનિવર્સિટીમાં જાય તે તમામ સિસ્ટમ સાથે છેતરપિંડી છે. તે મુજબની નોંધ લઈને અમારા દ્વારા ફરિયાદ નોંધીને તેમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હજુ સુધી જે પ્રાથમિક માહિતી છે એમાં મૂળ જે ભોગ બનનાર છે તેના સુધી પહોંચીને ઊંડાણપૂર્વક તપાસ ન થાય ત્યાં સુધી કેસની વધારે માહિતી આપી શકાય નહીં. ભૂતકાળમાં ગયા અઠવાડિયા વિઝા એજન્સી પર દડોરા પાડ્યા હતા. આમા કેટલાક લોકોને ખોટા પ્રોમિસિસ આપીને. દરેકની એસઓપી અલગ છે. પ્રોસેસ અલગ છે. અમુક કેસમાં તે લોકો પહેલાં પૈસા લે છે. અમુક કેસમાં અડધા કામ પછી પેમેન્ટ લેવામાં આવે છે. અમુક કેસ એવા પણ સામે આવે છે જેમાં USAમાં ઉતર્યા પછી પેમેન્ટ આપવાનું રહે છે. તો અલગ અલગ એજન્સીઓની જુદી જુદી એમ.ઓ છે. લોકોની જરૂરિયાત કેટલી છે, સામે વાળા કેટલા સદ્ધર છે અને ડોક્યુમેન્ટમાં શું ખામી છે. ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવામાં આવ્યા છે. કેટલા ફ્રોડ ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલા છે. તેના આધારે તેનો ભાવ નક્કી થતો હોય છે. પરંતુ ચોક્કસ આ લોકોની સઘન પૂછપરછ કરીને તેમના કેમ્પેન સુધી પહોંતવા માટે ગુજરાત પોલીસ પ્રયત્નશીલ છે.