ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે રોડ, રસ્તાથી લઇને પાઇપો એવા ભુંગળા નાંખવાનું કામ ચાલુ ને ચાલુજ છે, ત્યારે નગરજનો વરસાદમાં ત્રણ વ્યવસ્થિત પુરાણ ન થતાં ત્રસ્ત થઇ ગયા છે, ત્યારે કોન્ટ્રાક્ટરો મસ્ત બનીને ફરે છે, ત્યારે તંત્ર હટાવવા ક્યારે વ્યસ્ત થશે તે પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે,gj-૧૮ના અનેક સેક્ટરોમાં જ્યાં મકાનો સરકારે જગ્યા આપીને બનાવ્યા છે, તે મકાનોમાં ગાડી પાર્કીગથી લઇને થોડા મેદાન જેટલી જગ્યાઓ પણ રમવા માટે આપી છે, હવા ઉજાસ રહે તેનું પણ ધ્યાન રાખ્યું છે, ત્યારેજગ્યામાં ઘણીવાર નાનો મોટો પ્રસંગ પણ રહીશો ઉજવી શકે, ત્યારે દરેક સેક્ટરોમાં મોટાભાગની જગ્યામાં જ્યાં ભુંગળાના કામો ચાલુ થયા બાદ મેદજાનોને ગોડાઉન ભંગારીયાઓનું બનાવી દીધું હોય તેવી હાલત કરી દિધી છે, ત્યારે લગ્ન પ્રસંગે તથા કોઇપણ પ્રસંગોમાં હોલ ભાડે લેવા જવું પડે છે,ત્યારે આ દબાણ નથી?
મનપા દ્વારા લારીગલ્લાથી લઇને અનેક દબાણો હટાવવા નીકળે છે,ત્યારે સેક્ટરોમાં આજે માલ-સામાનના ગોડાઉન ગણઓ કે ભંગારીયાઓના ખજાનો આ હટાવવાની જવાબદારી કોની? મનપા અહીંયા લાઝ કાઢીને નીકળી જાય છે, ત્યારે રહીશો આ ભુંગળા અને ભંગારથી ત્રસ્ત થઇ ગયા છે,જેથી આ મેદાન હવે ખાલી કરાવો, મફતલાલની જગ્યામાં વગર ભાડે ભંગારીયાઓ તથા ભુંગળાવાળાઓને જલ્સા પડી ગયા છે,
——-
હમણાંજ એક વિપક્ષના નગરસેવક ભુંગળા મહાત્મા મંદીર પાસે મૂકાવી દીધા હતા, અનેક ફરીયાદો કરવા છતાં તંત્ર ઉપાડતું નહી, ત્યારે પોતે સ્વખર્ચે મૂકીને આવ્યા હતા, ત્યારે દરેક સેક્ટરોના ચોકઠા અને મેદાનમાં આવો સામાન ભંગારીયાઓનો પડ્યો છે, જે હટાવવો જરૂરી છે, ત્યારે પ્રસંગોપાત પ્રસંગ ઉજવવો હોય તો ના છૂટકે હોલ ભાડે રાખવા પડે છે, તો રહીશો મનપાને ટેક્સ પણ ભરે અને સગવડના નામે મીડું, ફરીયાદ કરે તો દબાણ ભંગારીયાઓનું હટાવવામાં પણ નથી આવતું, ૨ વર્ષથી પડેલા ભુંગળા હવે અહીંથી હટાવો,