ગાંધીનગરના અમદાવાદ વચ્ચે અઢી દાયકા પહેલા ડબલ ડેકર બસ દોડતી હતી જે મુસાફરોમાં ખૂબ લોકપ્રિય હતી. આવી બસ ફરી શરૂ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છીે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પુલ, બગીચા રોડ રસ્તા અને માળખાકીય સુવિધા ઉપરાંત જાહેર પરિવહનની વિશ્વસ્તરીય બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરને ગ્રીન કેપિટલ તરીકેની છબી ધ્યાનમાં રાખીને આ વખતની સમિટમાં રાજ્યની પહેલી એસી ઇલેક્ટ્રિકલ ડબલ ડેકર શરૂ કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે.
વાઇબ્રન્ટ સમિટ દરમિયાન મ્યુનિસિપાલિટીને નવી બસ સોપવાનું આયોજન જે સામાન્ય નાગરકોની અવરજવર માટે આ બસનો ઉપયોગ થઇ શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ બસની ક્ષમતા 63 બેઠકની છે એક ચાર્જિંગ પર 250 કિલોમીટર ચાલી શકે છે અંદાજે 3 કરોડની કિંમત ધરાવતી એસી ઇલેક્ટ્રીક બસ વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન કાર્યરત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને ગ્રીન સિટીની ઉદ્દેશો સાથે ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાની દરખાસ્ત તૈયાર હતી. બદલાયેલી ટેકનોલોજી અને પર્યાવરણીય સંવેદનાને ધ્યાને રાખીને ઇલેક્ટ્રીક ડબલ ડેકર બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી આ બસ મેળવવા માટે રજૂઆત થઈ હતી. કોર્પોરેશનની રજૂઆતને ધ્યાનમાં રાખીને વાઇબ્રન્ટ સમિટ પહેલા જ બસની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા છે.