નોકરી મળી જશે કહી 1.44 કરોડની ઠગાઈ કરનાર ભેજાબાજ શૈલેષ ઠાકોર પકડાઈ ગયો

Spread the love

ગાંધીનગરનાં નવા સચિવાલય બ્લોક નંબર – 14 અન્ન નાગરિક પુરવઠા – ગ્રાહકો બાબતના વિભાગ ખાતે ઝેરોક્સ કાઢવાના કોન્ટ્રાક્ટનાં ઓથાર હેઠળ સરકારી નોકરીની લાલચ આપીને 27 નોકરીવાંચ્છુઓ સાથે 1 કરોડ 43 લાખ 95 હજારની ઠગાઈ આચરી દોઢ વર્ષથી નાસતા ફરતા ભેજાબાજ શૈલેષ ઠાકોરની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે અંતે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે ઝેરોક્સ મશીનના મેન્ટેનન્સનું કામ કરનારા પરિચિતને દિલ્હીના આઈએએસ અધિકારીનું નામ આપી વિશ્વાસ સંપાદન કરીને ભેજાબાજ શૈલેષ ઠાકોરે ઠગાઈ આચરતા સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

અમદાવાદના ચાંદખેડામાં રહેતા અને ઝેરોક્ષ મશીન સર્વિસ-મેન્ટેનન્સનું કામ કરતાં અમિતભાઈ મહેન્દ્રકુમાર ભાવસારે સરકારી નોકરી અપાવવાનાં બહાને 27 નોકરીવાંચ્છુઓ સાથે શૈલેષ ભીખાભાઈ ઠાકોરે 1.44 કરોડની ઠગાઈ કરી હોવાની ફરિયાદ સેકટર – 7 પોલીસ મથકમાં નોંધાવી હતી. જેનાં પગલે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની સૂચના આપી હતી. જે અન્વયે એલસીબી પીઆઈ દિવાનસિંહ વાળા સહિતની ટીમે ભેજાબાજ શૈલેષને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગાંધીનગર સેકટર – 11 ખાતેની ઝેરોક્ષની દુકાનમાં નોકરી કરતા શૈલેષ ઠાકોર સાથે અમિતભાઈની ઓળખાણ વર્ષ – 2005 દરમ્યાન થઈ હતી. શૈલેષ ઠાકોરનાં પિતા ભિખાભાઈ સચિવાલયમાં PWD માં પટાવાળા તરીકે નોકરી કરતા હોવાથી તેણે 2017 થી નવા સચિવાલયના બ્લોક નં-14માં પાંચમા માળે અન્ન નાગરિક પુરવઠા વિભાગમાં ઝેરોક્સ મશીન ચલાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. અને જૂના સંબંધના નાતે આ મશીનના મેન્ટેનન્સનું કામ તેણે અમિતભાઈને અપાવ્યું હતું. બાદમાં તા. 7-10-2020ના રોજ શૈલેષે અમિતભાઈને ફોન કરીને મળવા બોલાવી જીએસપીસીમાં ક્લાર્કની ચાર જગ્યા ખાલી હોવાની માહિતી આપી હતી. સચિવાલયના એક સાહેબ પૈસા લઈ કાયમી નોકરી અપાવશે તેવો વિશ્વાસ શૈલેષે આપ્યો હતો. અમિતભાઈએ શૈલેષની વાતોમાં આવીને સેટેલાઈટ ખાતે ઝેરોક્સની દુકાન ધરાવતા દીપક સાથે વાત કરી હતી. દીપક, દીપકના પિતા અને શૈલેષ વચ્ચે સચિવાલયના બ્લોક નં-14 ખાતે રૂબરૂ મુલાકાત થઈ હતી. તેમાં શૈલેષે દાવો કર્યો હતો કે, દર વર્ષે બે-ત્રણ માણસોને પાંચ લાખમાં સરકારી નોકરી અપાવે છે. તાજેતરમાં અમદાવાદમાં જીએસપીસી ખાતે વર્ગ-3માં ક્લાર્કની ચારેક જગ્યા ખાલી છે. આ નોકરી જોઈતી હોય તો પાંચ લાખમાં ગોઠવી આપવાનું નક્કી થયું હતું. આ પૈકીના રૂ.દોઢ લાખ પહેલા અને બાકીના નોકરીનો ઓર્ડર આવ્યા પછી આપવાના હતા.

આ સિવાય અન્ય સારી જગ્યા પર નોકરી જોઈતી હોય તો રૂ.6 લાખના ખર્ચની વાત કરી શૈલેષે વિશ્વાસ મેળવ્યો હતો. દીપકભાઈએ રૂ.દોઢ લાખ આપ્યા હતા અને છ માસમાં નોકરીનો ઓર્ડર મળવાની ખાતરી આપી હતી. શૈલેષે અન્ય માણસોને પણ નોકરી અપાવવાની વાત કરી હતી. જેમાં વર્ગ-3માં નોકરી માટે રૂ.પાંચ લાખ, ડ્રાઈવરની નોકરી માટે રૂ.4 લાખ, પટાવાળાની નોકરી માટે વ્યક્તિ દીઠ રૂ.બે લાખનો ભાવ તેણે જણાવ્યો હતો. જીએસપીસીમાં ફરજ બજાવતા દીપક પાટડિયા અને દિલ્હી ખાતે ફરજ બજાવતા આઈએએસ રૂપેશ મિશ્રા નોકરી અપાવવાનું કામ કરી આપશે તેવો વિશ્વાસ શૈલેષે અપાવ્યો હતો. આ બંને અધિકારીઓની વાત તે વારંવાર કરતો હતો, પરંતુ મુલાકાત કરાવી ન હતી.

શૈલેષની વાતોમાં આવી જઈ અમિતભાઈએ 27 પરિચિતો પાસેથી રોકડા, ચેક અને યુપીઆઈ મારફતે રૂ.1.43 કરોડ અપાવ્યા હતા. શૈલેષે એક પણ વ્યક્તિને નોકરી નહીં અપાવતા અમિતભાઈ જીએસપીસીની ઓફિસમાં દીપક પાટડિયાને મળવા ગયા હતા, પરંતુ આવી કોઈ વ્યક્તિ મળી ન હતી. શૈલેષે આ મામલે ગોળ-ગોળ જવાબો આપીને ફરી થોડો સમય માગ્યો હતો. દોઢ વર્ષ સુધી કોઈ વ્યક્તિને નોકરી મળી ન હતી. બીજી બાજુ પરિચિતોએ અમિતભાઈ પાસે નાણા પરત માગ્યા હતા. આ પૈકી કેટલાક લોકોને રૂ.15.75 લાખ રૂપિયા પરત ચૂકવવા અમિતભાઈએ ઊછીના નાણાં લીધા હતા. વારંવાર શૈલેષનો સંપર્ક કરવા તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ સેકટર-5 ખાતે આવેલું પોતાનું મકાન બંધ કરીને શૈલેષ જતો રહ્યો હતો. શૈલેષ અને તેની પત્નીના ફોન પણ બંધ આવતા હતા. આખરે આ મામલે અમિતભાઈએ સેકટર-7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેનાં પગલે એલસીબી પીઆઈ વાળાએ આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી. જે અન્વયે આજે શૈલેષ સેકટર- 2 ખાતે રહેતા તેના સસરાના ઘરે આવવાનો હોવાની બાતમી મળી હતી. અને વોચ ગોઠવીને શૈલેષ ભીખાભાઈ ઠાકોરને (રહે- C/O રણજીત ગજેરાના મકાનમાં, મકાન નંબર-73/ સિતારામ પાર્ક, મોરબી રોડ, રાજકોટ) ગાડી સાથે ઉઠાવી લેવામાં આવ્યો હતો. જેની જરૂરી પૂછતાંછ કરી સેકટર – 7 પોલીસને સોપવામાં આવ્યો છે. જેનાં રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com