નવા વર્ષના જશ્નને લઈને હાલમાં યુવાનો ખૂબ જ ઉત્સાહિત છે. તો વળી બીજી તરફ કોરોના વાયરસ દેશમાં ફેલાઈ રહ્યો છે. વિશેષજ્ઞોએ યુવાનોને નવા વર્ષ પર સાવધાની રાખવાની સલાહ આપી છે. દેશમાં કોરોના વાયરસનું નવુ સ્વરુપ જેએન.1ના અત્યાર સુધીમાં કુલ 162 કેસ આવ્યા છે. ત્યારે આવા સમયે યુવાનોએ કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ, તેને લઈને નિષ્ણાંતોએ સલાહ આપી છે.
તેમાંથી કેરલમાં સૌથી વધારે 83 કેસ આ વેરિએન્ટથી સંક્રમિત છે, જ્યારે 34 કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે. ઈંડિયન સોર્સ સીઓવી-2 જીનોમિક્સ કંસોર્ટિયમ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડામાં આ જાણકારી સામે આવી છે. આંકડા અનુસાર, કેટલાય રાજ્યોમાં પાછલા અઠવાડીયામાં કોવિડના કિસ્સામાં વધારો થયો અને નવ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધીમાં વાયરસ સબવેરિએન્ટ જેએન.1થી સંક્રમણની પુષ્ટિ કરી છે.
આઈએનએસસીઓજીના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ જેએન.1થી સંક્રમણના કેરલમાં 83, ગુજરાતમાં 34, ગોવામાં 18, કર્ણાટકમાં 8, મહારાષ્ટ્રમાં 7, રાજસ્થાનમાં 5, તમિલનાડૂમાં 4, તેલંગણામાં 2 અને દિલ્હીમાંથી એક કેસની પુષ્ટિ થઈ ચુકી છે. ડિસેમ્બરમાં દેશમાં 145 સંક્રમિતોના જેએન.1થી સંક્રમિત થવાની પુષ્ટિ થઈ છે. જ્યારે નવેમ્બરમાં આવા 17 કેસ સામે આવ્યા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જેએન.1ના ઝડપથી ફેલાતા પ્રસારને જોતા વિશેષ દેખરેખની શ્રેણીમાં નાખ્યા છે. પણ કહેવાયું છે કે, તે વૈશ્વિક લોક સ્વાસ્થ્યને ઓછું જોખમ ઊભું કરશે.
નવા વર્ષના જશ્નની તૈયારીઓની વચ્ચે નિષ્ણાંતોએ વૃદ્ધો અને અન્ય બીમારીઓથી પીડિત લોકોને ભીડભાડવાળી જગ્યા પર ન જવા અને માસ્ક પહેરી રાખવાની સલાહ આપી છે. જો કે, તેમનું કહેવું છે કે, હાલમાં સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાય લાગૂ કરવાની કોઈ જરુરિયાત નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દિલ્હીમાં કોવિડના 45 ઉપચારાધિન કેસ છે. અત્યાર સુધીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં જેએન.1 ઉપ સ્વરુપનો એક સામે આવ્યો છે.
હોલી ફેમિલી હોસ્પિટલના ચિકિત્સા નિદેશક ડો. સુમિત રેએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું કે, અમે ઈન્ફ્લુએંઝાના વધારે કેસ અને એચ1એન1ના દર્દી જોઈ રહ્યા છીએ, જેમાં ફેફસાની ગંભીર સમસ્યા છે. અમે અમારી હોસ્પિટલમાં જે કોવિડ કેસે જોયા છે. તેમાં આકસ્મિક રીતે સંક્રમણની ઓળખ થઈ છે. જે લોકોને કોરોના વાયરસ સંક્રમણની સાથે ભરતી કરાવ્યા છે. તેમાં મુખ્ય રીતે ફેફસાની જુની બીમારી જોવા મળી છે.