રાજ્યમાં ૧૦ મતદારમાંથી ૪ સરકારી યોજનાઓનો લાભાર્થી કે ભાજપનો મતદાર હોઇ શકે છે, સરકારી યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડો : CR પાટીલ

Spread the love

લોકસભા ચૂંટણીની જાહેરાતને આડે હવે માંડ ૧૦૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી છે. શુક્રવારે પ્રદેશ કારોબારીને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે ૨૬માંથી ૨૬ બેઠકો પાંચ લાખથી વધુની લીડથી જીતવા રાજ્યમાં જે બૂથ માઈનસમાં છે. ભાજપની વિરોધમાં મત પડી રહ્યા છે તેને સરપ્લસ કરવા વ્યૂહાત્મક રીતે આગળ વધવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, શુક્રવારે પ્રદેશ ભાજપની કારોબારી બાદ શનિવારે પ્રદેશ હવિદારોની બેઠક મળશે.
ભાજપના અભ્યાસ મુજબ વિતેલી ત્રણેક ચૂંટણીઓમાં ૧૨ હજાર બૂથમાં કોંગ્રેસ સહિત વિપક્ષ કે હરીફ ઉમેદવારોની તરફેણમાં મતદાન થઈ રહ્યું છે. પાટિલે પ્રદેશ કારોબારીના સભ્યોને લાભાર્થીઓની યાદી સુધી પહોંચવા કલેક્ટર પાસેથી યાદી મેળવવા સુચવ્યું હતું. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં જ્યાં ઓછા મત પડયા છે ત્યાં વધારવાના છે જેના માટે પેજ સમિતિના કાર્યકરોની મદદથી સૌએ કામ કરવું. જાન્યુઆરીમાં આખરી મતદાર યાદી જાહેર થયા પછી નવા મતદારો સુધી પહોંચવા પણ તેમણે જણાવ્યું હતું તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવું ખાસ જરૂરી હોવાનું કહેતા દરેક પેજ ઉપર બાવનથી વધુ લાભાર્થીઓ હોવાનું જણાવ્યું હતું પાટિલે કહ્યું કે, દરેક ૧૦માંથી ચાર મતદાર સરકારી યોજનાઓના લાભાર્થી કે ભાજપના મતદાર હોઈ શકે છે,


ગુજરાતમાં ૨૬માંથી ૨૬ બેઠકો લાવવા અને એક પણ સીટ સોગંદખાવા પૂરતી પણ આપવાના મૂડમાં ભાજપ નથી, ત્યારે લીડ કપાય નહીં અને લીડ વધે તેવા અનેક પ્રયાસોના ભાગરૂપે ભાજપ પાસે મોટો સ્કોર હોયતો તે સરકારી યોજનાઓનો છે, જે દરેક લાભાર્થીમાંથી ૧૦૦માંથી ૮૦ ટકા ઉપયોગ કરી રહ્યા છે, દવા, અનાજ, બિમારીથી લઇને અનેક સહાયો ભાજપને ફુલ ઓક્સીજન આપશે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com