“ શિલ્પ – ૩” કોમર્શિયલ બિલ્ડીગને ગંદકી બદલ રૂા. ૧,૦૦,૦૦૦ વહીવટી ચાર્જ દંડ વસુલાતની નોટીસ ઈશ્યુ કરાઈ

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોડકદેવ વોર્ડમાં “શિલ્પ – ૩ ” દ્વારા બિલ્ડીગ બહાર ગ્રીન વેસ્ટ, જાહેરાત બોર્ડ જાહેરમાં સળગાવતાં, પાર્કીંગ બેઝમેન્ટ એરીયામાં મોટા પ્રમાણમાં ગંદકી સાથે જાહેર ન્યુસન્સ કરવા બદલ સોલીડવેસ્ટ મેનેજમેન્ટ ઉત્તર પશ્વિન ઝોન દ્વારા વહીવટી ચાર્જ પેટે રૂ. ૧,૦૦,૦૦૦ એક લાખ ની નોટીસ ઈશ્યુ કરવા તથા અન્ય એકમને ન્યુસન્સ કરવા બદલ સીલ કરી સ્વચ્છતા જાળવવા નોટીસ ઈશ્યુ કરાઇ.ઉત્તર પશ્વિમ ઝોન સો.વે.મે. વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચા ની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી, સોલીડવેસ્ટ મેનેમજેમન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરતાં એકમો / ઇસમો વિરૂધ્ધ જી.પી.એમ.સી. એકટ અને પબ્લીક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. સાથો સાથ શહેરના 기 નાગરીકોની જાહેર સુખાકારી અને સુવિધાઓને ધ્યાને રાખતાં, દૈનિક રાઉન્ડમાં સફાઈને અવરોધક બનતી પ્રવૃત્તિઓ કરનાર તેમજ સફાઈ ઉપર વિપરીત અસર પડતી હોય તેવા કારણોસર તેઓ સામે પણ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જે અંતર્ગત આજ તા. ૩૦.૧૨.૨૦૨૩ ના રોજ સવારના રાઉન્ડમાં બોડકદેવ વોર્ડમાં શિલ્પ-૩ બિલ્ડીંગ બહાર ગ્રીનવેસ્ટ, ઝાડ કાપી જાહેરમાં સળગાવવા તથા પાર્કીંગ બેઝમેન્ટ એરીયામાં મોટા પ્રમાણમાં કચરો ગંદકી અને આસપાસમાં ખોદકામ કરી ન્યુસન્સ કરતાં માલુમ પડતાં “ શિલ્પ – ૩” કોમર્શિયલ બિલ્ડીગને રૂા. ૧,૦૦,૦૦૦/- વહીવટી ચાર્જ દંડ વસુલાતની નોટીસ ઈશ્યુ કરવામાં આવેલ છે.તેમજ મોર્નિંગ રાઉન્ડમાં બજરંગ સર્કલ સિન્ધુ ભવન રોડ ઉપર આવેલ જે. કે. લાઈટ નામના એકમના પાર્કીંગ એરીયામાં કચરો, પેકીંગ મટીરીયલ્સ અને ગંદકી જણાતા સીલ કરવામાં આવેલ છે અને સદર બિલ્ડીગ ના તમામ યુનિટને સ્વચ્છતા જાળવવા નોટીસ ઇશ્યુ કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com