“પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક સંસદમાં પોતાની પહેલી સ્પીચ મો આવતા જ છવાઈ ગયા હતા. તેમણે ઘેડ પંથકના ખેડૂતો માટે મદદ માંગી હતી. ધડકે ગુજરાતીમાં સ્પીચ આપી હતી. અને નદીઓમાં આવતા પુરથી ખેડૂતોને થતા કિસાન અંગે લોકસભાના અધ્યક્ષને માહિતગાર કર્યા હતા, તેમજ યોજના હેઠળ પૂર સંરક્ષણ દીવાલ બનાવવા માંગ કરી હતી. ઘેડ વિસ્તારને બેટમાં ફેરવાતું બચાવવા નદીઓને ઊડી અને પહોળી કરવા સૂચન કર્યુ હતું. પ્રશ્નનો કાયમી કેલ લાવવા સરકારને રજૂઆત કરી હતી.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રમેશભાઈ લવજીભાઈ” એટલું કહી. ધડકને પોતાની વાત રાખવા આમંત્રણ આપ્યું હતું. રમેશભાઈએ સ્પીચની શરૂઆતમાં અધ્યક્ષનો આભાર માન્યો અને કહ્યું, મારા સંસદીય મત્ત વિસ્તાર -જરાતના પોરબંદરનો મોટા ભાગનો વિસ્તાર ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. જે વિસ્તારની ટોપોગ્રાફિ ચા ની રકાબી આકારની છે. સૌરાષ્ટ્ર વિસ્તારની મોટાભાગની નદીઓ જેવા કે ઓઝત, ભાદર, વેણુ, મોજ મીણસાર, સાબલી. મધુવતી તથા વર્તુના વરસાદી પાણી આ ઘેડ વિસ્તારમાંથી પસાર થઇને દરિયામાં ભળે છે, તે પહેલા નદીઓના પુર સમગ્ર પંથકમાં ફરી વળે છે.
વિસ્તાર બેટમાં ફેરવાઇ જવાના લીધે કેશોદ, માણાવદર, કુતિયાણા માંગરોળ અને વંથલી તાલુકાઓના આશરે દોઢસો ગામોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ જાય છે. હજારો વિધા ખેતીલાયક ઉપજાઉ જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થાય છે, તથા પાણીના ભરાવાના લીધે સંપર્ક વિહોણા બની જાય છે. ઘેડ પંથકનો મુખ્ય વ્યવસાય ખેતી આધારીત હોવાથી આ પરીસ્થીતીમાં જગતનો તાત પોગળો,નીરાધાર બની જાય છે. પંથકના નાળા. પુલીયા તેમજ રસ્તાઓનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થાય છે.
જેની સીધી અસર આ વિસ્તારના ખેડૂતો તેમજ સરકારી તિજોરી ઉપર પડે છે જેથી કરોડો રૂપીયાની આર્થિક નુકસાની વેઠવી પડે છે. જો આ રસ્તા ઓ ઊંચા અને સિમેન્ટ ના બનાવામાં આવે તો વર્ષો વર્ષ આવતો રીપેરીગનો ખર્ચ પણ બચી જાય તેમ છે. દરિયાકાંઠાના વિસ્તાર પણ હોવાથી ચોમાસાની સીઝન બાદ સમગ્ર વિસ્તારની જમીનોમાં મોટા પ્રમાણમાં ખારાસ આવિ જાય છે. તેમજ ભૂગર્મના પાણી પણ ખેતી કે પીવા લાયક રહેતા નથી. જેથી ઉનાળા અને શાળાના ઉભા પાકો માટે જરૂરી સિંચાઇના પાણી સમયસર ડેમ અથવા તો અન્ય સ્ત્રોતો મારફતે પુરૂ પાડવામાં આવે એ મારી વિનતી છે, સંરક્ષણ દીવાલ બતાવો કાયમી ઉકેલ લાવવામાં આવે તો સરકાર પણ આર્થિક નુકસાનથી બચી સાંસદ રમેશભાઈ એ કહ્યું કે, પૂરના કારણે થતા નુકસાન સામે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા ખેડુતોને સહાય ચુકવવામાં આવે છે. પરંતુ આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે નદી કાંઠાના વિસ્તારોમાં જે અસરગ્રસ્ત ગામો છે, ત્યા પુર સંરક્ષણ દીવાલ બનાવવામાં આવે વર્ષો વર્ષ અને પુરના કારણે નદીઓમાં જમા થયેલ માટી. છાપ તેમજ નદીના બનને કાંઠે થયેલ દબાણના હિસાબે નદીઓની વહન ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે, જેથી આવિ તમામ નદીઓને ઝુંબેશ રૂપમાં ઊડી તથા પહોળી કરવામાં આવે તો આ સમસ્યાને કાયમી સમાધાન થાય તેમ છે.
આના માટે ખાસ યોજના બનાવી એક સ્પેશ્યલ બજેટ ફાળવવામાં આવે તો દર વર્ષે ખેડુતોના પાકને થતી કરોડોની નુકસાની સામે રાજ્ય સરકારને ચુકવવી પડતી આર્થિક સહાયના બોજામાંથી બચાવી શકાશે. ઉપરાંત પૂર સંરક્ષણ દીવાલ અથવા કાંઠાના ધોવાણ અટકાવી દીવાલ બનાવવા માટે ખેડુત ખાતેદારો પાસેથી રાજ્ય સરકાર દ્વારા જે 30 ટકા રકમ ભરાવવામાં આવે છે તે પરીપત્ર રદ કરી 100 ટકા સરકારી ખર્ચે દિવાલ બનાવી આપવામાં આવે તેવી મોગ પણ રમેશભાઈએ કરી હતી.