ગુજરાતનું કહેવાતું gj-૧૮ ખાતે હવે નાના સંઘમાં પણ ચૂંટણીઓમાં ભાજપ એન્ટ્રી કરી રહ્યું છે ત્યારે હમણાંની ચૂંટણી APMC ની ચૂંટણીમાં ભાજપની પેનલમાં ફક્ત એક જ હાર્યા બાકી આખી પેનલ જીતી જે હાર્યા તે ફક્ત પાંચ મતથી ત્યારે APMC માં અશોક પટેલ ફક્ત ચૂંટાયા છે, બાકી ભાજપની પેનલ ચૂંટાઈ ત્યારે સહકારી સંઘની ચૂંટણીમાં પણ જે પેનલ બની તેમાં મનુભાઈ પટેલ, જતીન પટેલ, અશોકભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ (ધુળભાઈ) સુરેશભાઈ પટેલ ત્યારે સામે પ્રહલાદભાઈ પટેલ (પીટર) ફક્ત એક જ ઉમેદવાર હતા, જેવો હાર્યા હતા,
ઉલ્લેખનીય છે કે પ્રહલાદભાઈ પટેલ (પીટર) પોતે નાગરિક કો ઓપરેટિવ બેંકમાં હાલ હોદ્દેદાર એવા કસ્ટોડિયન નો હોદ્દો ધરાવે છે, ત્યારે APMC ની ચૂંટણીમાં નાગરિક બેંક ના કસ્ટોડિયન હાર્યા છે, ત્યારે સંઘ, મંડપો, APMC માં જાેવા જઈએ તો ભાજપના ની ભાજપના જ સામસામે ચૂંટણી લડી રહ્યા છે કોઈ વટથી ખોલીને બોલતું નથી કે આ બીજા પક્ષના છે ત્યારે હવે આવનારા દિવસોમાં અનેક મંડળો નાના મોટા છે,ત્યારે તેમાંય પણ ભાજપ ચૂંટણી લડશે?
—-
APMC હોય કે સંઘ પણ ચૂંટણી જે લડાઈ રહી છે, તે ભાજપના અંદરો અંદર જ લડવામાં આવી છે, બીજા કોઈ રાજકીય પક્ષનો હોય તેવું કોઈ ખોલીને બોલી શકતું નથી, ત્યારે ચૂંટણીમાં ભાજપની પેનલ જીતી તો સામે કોની હતી કોંગ્રેસની કે પછી આમ આદમી પાર્ટી?