દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે બપોરે એક અઢી વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. ત્યારબાદ બાળકીને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમ કામે લાગી હતી. રાત્રે 9.45 કલાક આસપાસ બાળકીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ આ બાળકીનું મૃત્યુ થયું છે. અઢી વર્ષની બાળકી 8 કલાક કરતા વધુ સમય સુધી બોરવેલમાં ફસાયેલી રહી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાણ ગામમાં આજે બપોરે બોરવેલમાં ફસાયેલી બાળકીનું મોત થયું છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે ભારે જહેમત બાદ બાળકીને બહાર કાઢી હતી. બાળકી આઠ કલાક કરતા વધુ સમય માટે બોરવેલમાં ફસાયેલી રહી હતી. બાળકીને બહાર કાઢી ત્યારે તે બેભાન હતી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી છે. દ્વારકા જિલ્લામાં આવેલા રાણ ગામે એક બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં બચાવ ટીમ પહોંચી હતી. બાળકીને ઓક્સીજન આપવામાં આવ્યું હતું. કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ રાણ ગામે પહોંચ્યાં હતા. પરંતુ આખરે તમામ પ્રયાસો છતાં બાળકીનો જીવ બચાવી શકાયો નહીં.