મોંઘા ભાવની બ્રાન્ડેડ કંપનીની દારૂ પીનારા સાવધાન થઇ જજો. સુરતમાં બ્રાન્ડેડ કંપનીની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચવાનું રેકેટ ઝડપાયું હતું. મળતી જાણકારી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં બ્રાન્ડેડ મોંઘા દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું રેકેટ ઝડપાયું હતું. પોલીસે દારૂ ભરેલી 122 બોટલો અને સ્ટીકર સહીત 71 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આરોપીઓ મહારાષ્ટ્ર્રમાંથી સસ્તો દારૂ મંગાવતા હતા અને મોંઘી બ્રાન્ડેડ બોટલમાં તેને ભરીને સુરતમાં તેનું વેચાણ કરતા હતા. ડિંડોલી પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રિસમસની ઉજવણી અને થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ સતત ચેકિંગ કર્યું હતું . આ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના 39 કેસ નોંધવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ વિભાગ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અતંર્ગત કેસ નોંધનાર પોલીસ કર્મચારીને 200 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. પોલીસ કર્મીઓ પણ 200 રૂપિયા ઇનામ મેળવવા હવે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના આદેશનું કડક પાલન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસ વિભાગે 22 ડિસેમ્બર, શુક્વારના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારને પકડનાર પોલીસ કર્મીને 200 રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી હતી. અમદાવાદ પોલીસના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલી જાણકારી અનુસાર, સિટી પોલીસે અમદાવાદ શહેરમાં તારીખ 24 ડિસેમ્બર 2023ના રોજ એક જ દિવસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંતર્ગત ફુલ 39 વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી અને ધરપકડ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૩માં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલી કામગીરીમાં ૪૬૬ કેસમાં ૨૦ કરોડ રૂપિયાના દારૂ સાથે ૪૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે ૨૦૨૨ની સરખામણીમાં બમણો છે.ગુજરાતમાં દારૂ બંધી હોવાને કારણે અન્ય રાજ્યોમાંથી પ્રતિવર્ષ રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગેરકાયદેસર ઘુસાડવામાં આવે છે. દારૂના ગેરકાયદેસર વેપલામાં સ્થાનિક પોલીસની સંડોવણી હોવાને કારણે બુટલેગરો સામે કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પીસીબી અને સ્ટેટ મોનીટરીંગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.