રાજયમાં સામૂહિક આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે વિકાસ તરફ આંધળી દોટના પરિણામે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં 13થી વધુ પરિવારોના 41 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી હોવાનું કોંગ્રેસના મુખ્ય પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું છે. તેના માટે આર્થિક સંકડામણ,વધતી જતી અસમાનતા તેમજ વ્યાજના ચક્કર જવાબદાર છે.
દેશમાં 2022માં 1.70 લાખ લોકોએ જીવન ટૂંકાવ્યું કોંગ્રેસના પ્રવકત્તા ર્ડા. દોશીએ કહ્યું હતું કે, દેશમાં વર્ષ 2022માં 1.70 લાખ નાગરિકોએ આપઘાત કર્યા તે પૈકી 55 હજાર આપઘાત કરનારાઓમાં રોજમદાર,ખેતમજૂર અને ખેડૂતોનો સમાવેશ થાય છે. રોજ કમાનારા ફેરીયા, લારી, પાથરણાવાળા, રોજમદારની આત્મ હત્યાના કિસ્સામાં 50.44 ટકાનો વધારો થયો છે. 6 વર્ષમાં 16,862 રોજમદારોએ આત્મ હત્યા કરી છે. 5 વર્ષમાં 3740 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. આ મામલે ભાજપ સરકાર સદતંર નિષ્ફળ ગઈ છે.
1 જાન્યુઆરી,2023 માતા અને 2 પુત્રી મોરબી-વાંકાનેર
9 જાન્યુઆરી,2023 પતિ-પત્નિ-બાળક વડોદરા-વાઘોડિયા
3 10 માર્ચ,2023 માતા-પિતા-દિકરી સુરેન્દ્રનગર-દૂધરેજ
8 જુન,2023 માતા-દિકરી સુરત-સરધાણા
2 ઓગસ્ટ,2023 માતા-પુત્ર-પતિ વડોદરા-કાછિયાપોળ
6 ઓગસ્ટ,2023 પુત્ર-પિતા ડીસા
11 ઓગસ્ટ,2023 માતા-પિતા-સંતાન જૂનાગઢ-વંથલી
18 ઓગસ્ટ,2023 ભાઇ-બહેન ભાવનગર
3 સપ્ટેમ્બર,2023 માતા અને બે બાળકો સુરત-રાંદેર
6 સપ્ટેમ્બર,2023 પિતા-પુત્ર ધોળકા-અમદાવાદ
20 ઓકટોબર-2023 પતિ,પત્નિ,પિતા,માતા અને 3 સંતાન સુરત
5 નવેમ્બર,2023 પુત્રવધુ,સાસુ અને બે બાળકો બનાસકાંઠા
1 જાન્યુઆરી,2024 પિતા અને 3 સંતાન બોટાદ-નિંગાળા