વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
અત્રે જણાવીએ કે, B.A,B.Com,BBA, M.A, M.Comની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. 9 અને 10 તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા હવે 17 અને 18મીએ યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટને કારણે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાને રાખી આ નિર્ણય કરાયો છે
આપને જણાવી દઈએ કે, GTUએ પણ પ્રથમ સેમિસ્ટરની પરીક્ષાઓની તારીખમાં પણ ફેરફાર કર્યો છે. તારીખ 9 અને 10ના રોજ આ પરીક્ષાનું આયોજન કરાયું હતું. પરંતુ ટ્રાફિકને લઈ વિક્ષેપ ન આવે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને આ બંન્ને દિવસે મુશ્કેલી ન સર્જાય તેને લઈ વિદ્યાર્થીહિત કારી નિર્ણય લેવામાં આવ્યું છે.