ટ્રાફિક DCP સફીન હસન
એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો દરમિયાન 500 થી વધારે પોલીસ કર્મીઓ પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરશે : કાલે ટ્રાફિક હેલ્પલાઇન માટે 1,095 નંબર લગાવો
અમદાવાદ
આજે રાત્રે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી રહ્યા છે અને કાલે ગ્લોબલ ટ્રેડ નું હેલીપેડ ખાતે ઉદઘાટન કરશે ત્યારબાદ વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બીન ઝાયેદ ને આવકારવા જશે ત્યારબાદ એરપોર્ટ સર્કલથી લઈ ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી સાંજે 5:00 વાગે રોડ શો યોજાશે.વડાપ્રધાન મોદીના રોડશો અંગે ટ્રાફિક DCP સફીન હસને પત્રકાર પરિષદ કરી નાગરિકો અને ખાસ કરીને એરપોર્ટ મુસાફરોને એલર્ટ કરી જણાવ્યું હતું કે બપોરે ત્રણ વાગ્યા પહેલા એરપોર્ટ જનાર વ્યક્તિએ પહોંચી જવું ત્યારબાદ રોડ સોના લીધે વીવીઆઈપી મુવમેન્ટના લીધે રસ્તો થોડા કલાક સુધી બંધ રહેશે,ગાંધીનગર જવા માટે અમદાવાદ પૂર્વના લોકો નાના ચોલોડાનો ઉપયોગ કરે, બીજા લોકો ઝુંડાલ સર્કલનો ઉપયોગ કરે,નરોડાથી એરપોર્ટ જવા માંગતા લોકો ભદ્રેશ્વર આવીને સરદાર નગરથી એરપોર્ટ જાય, રસ્તો બંધ કરવામાં આવે ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો પોલીસનો સંપર્ક કરી શકશે, અથવા ટ્રાફિક હેલ્પલાઇન 1095 નંબર લગાવો .એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો દરમિયાન 500 થી વધારે પોલીસ કર્મીઓ પોઇન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરશે.