રાજ્યના પ્રાથમિક શિક્ષણ મંત્રીની કારને એક થાર કાર જોખમી રીતે અને ટક્કર વાગે તે રીતે ઓવરટેક કરી રહ્યો હોવાનો મેસેજ મળતાં ટ્રાફિક પોલીસ સતર્ક થઈ હતી. શનિવારે મધરાતે ઈસ્કોન બ્રીજ ઉપર બનેલી ઘટનામાં થાર કાર કબજે કરી એસજી-2 ટ્રાફિક પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
એસજી- 2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સીસોદિયાએ ફરિયાદ નોંધાવી છે કે, તારીખ 7ના રાતે 1.22 વાગ્યે પોલીસને મેસેજ મળ્યો હતો કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાની કારને એસ.જી.
હાઈવે ઉપર એક થાર કાર વારંવાર ટક્કર મારવાની કોશિષ કરી રહી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઈસ્કોન બ્રીજ ઉ52થી થાર કાર અટકાવી હતી. કારનો ચાલક અબ્દુલ હનાન મુસ્તુફાભાઈ ઘાંચીને પકડી પાડીને પૂછપરછ કરવામાં આવી હતી. અબ્દુલ હનાનેએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, રાત્રે 12.30 વાગ્યાના અરસામાં મિત્ર સાથે થાર કારમાં રાજપથ ક્લબ ચા પીવા જતાં હતાં.