રાજ્ય GST વિભાગ વર્ગ-3 કર્મચારી ACB નાં હાથે લાંચ લેતા ઝડપાયાં છે. ગોધરા GST વિભાગનાં ટેક્સ ઇન્સ્પેક્ટર 5 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપાઇ ગયા છે. પુષ્પક કુમાર શાંતિલાલ પંચાલ રૂપિયા 5 હજારની લાંચ લેતાં ગોધરા ACB ની ઝપટે ચડ્યાં છે. પેઢીનું નિરીક્ષણ અને GST નંબર કામગીરી માટે વેપારી પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી.
ફરિયાદીએ ACB નો સપર્ક કરતા ACB ટીમે છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યાં છે.
ફરીયાદીએ સાંપા રોડ,ગોધરા ખાતે ધંધા માટે જી.એસ.ટી.નંબર મેળવવા તા.28/12/2023 ના રોજ ઓનલાઇન અરજી કરેલી હતી. જે જી.એસ.ટી.નંબર આપવાના કામે આરોપીએ સ્થળ વિઝીટ કરીને ફરીયાદી પાસે લાંચના 5 હજાર રૂપિયાની માંગ કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માગતા ન હોવાથી તેમને એ.સી.બી.માં ફરીયાદ કરી હતી, જેમાં આરોપીએ પંચની હાજરીમાં લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા, હાલમાં લાંચની રકમ રિકવર કરીને વધુ કાર્યવાહી કરાઇ રહી છે.
ટ્રેપીંગ અધિકારીઃ શ્રીમતિ આર.બી.પ્રજાપતિ
પોલીસ ઇન્સ્પેકટર, પંચમહાલ એ.સી.બી. પોલીસ સ્ટેશન, ગોધરા
સુપર વિઝન અધિકારીઃ પી.એચ.ભેસાણીયા
ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી.પંચમહાલ એકમ, ગોધરા